તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં નર્મદા નદીના પાણી ભરાતાં જમીન પોચી પડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે ભરૂચ નગર પાલિકાનાં પશ્ચિમ વિસ્તારમાં પાણી ઘુસી જતાં નાવડીઓ ફરતી થઈ હતી. ગોલ્ડન બ્રિજની સપાટી પણ 31.50 ફૂટ સુધી પહોંચી હતી. જે ભયજનક સપાટી કરતાં 7.50 ફૂટ વધારે હતી. પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોટા ભાગનાં મકાનો ખૂબ જૂના હોવાથી પાણી ભરાતાં આ ઘરોમાં ભેજનું પ્રમાણ વધ્યું હતું. જમીન પોચી પડી હતી. લાલબજાર વિસ્તારમાં વરસાદી સિઝનમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા હતા. આ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના જર્જરિત મકાનોને માત્ર નોટીસ આપી મકાન માલિકો ઉપર જવાબદારી છોડી દીધી હતી. જોકે આ નદી કિનારાનો વિસ્તાર હોવાથી તથા ઘર બનાવવા માટે વર્ષો પહેલાં માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી આવા ઘરોમાં ભેજનું પ્રમાણ વધ્યું હતું. મકાનની દિવાલો પોચી પડતાં ધરાશાયી થવાના બનાવો બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...