તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં શહેર ભાજપ દ્વારા CAAના સમર્થનમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ શહેર ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં સીએએના કાયદા અંગે લોક જાગૃતિ અર્થે કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે ભરૂચ પાલિકાના વોર્ડ નં. 8 માં આલી માતરીયા, જુના પાંજરાપોર ખાતે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપાના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જીલ્લા પ્રમુખ યોગેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જીલ્લા મહામંત્રી ધર્મેશ ભટ્ટ , ધર્મેશ મિસ્ત્રી, જીલ્લાના આગેવાન મારુતિસિંહ અટોદરીયા અને દિવ્યશ પટેલ , વોર્ડના સભ્યો મનહર પરમાર, હેમાબેન પટેલ અને શીતલબેન વસાવા, શહેર પ્રમુખ - મહામંત્રી, હોદેદારો, શહેરના આગેવાનો, નગરપાલિકાનાં ચૂંટાયેલા સભ્યોઓ તથા મોટી સંખ્યામાં વોર્ડના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

સ્વામી નારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ
શનિવારના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સ્વામી નારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે નનામી ગંગે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાની વિવિધ ઈત્તર પ્રવૃત્તિમાં શ્રેષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરાયું હતું આ વાર્ષિકોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં કૃષ્ણ સ્વરૂપ દાસ,જય સ્વરૂપ દાસ સ્વામી અને ટ્રસ્ટી કિશોર પાનસુરીયા તેમજ લુપિન કંપનીના ડી.એમ.ગાંધી અને વાલીઓ,શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

દહેજના એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા થવા પ્રાથમિક શાળા ખાતે સ્પોર્ટ્સ ડે ઉજવાયો
દહેજના એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓને દત્તક લઈને અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરવામાં આવે છે. ગતરોજ નેત્રંગ તાલુકાની 11 શાળાઓનો વાર્ષિક સ્પોર્ટ્સ ડે ઉજવાયો હતો. થવા બ્રાન્ચ શાળા ખાતે યોજાયેલા આ સ્પોર્ટસ ડેમાં 705 ખેલાડીઓએ 6 જેટલી રમતોમાં ભાગ લીધો હતો. કબડ્ડી, ખોખો, દોરડા ખેંચ, 100મીટર દોડ, લાંબીકૂદ, ગોળાફેંક સહિતની સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તબક્કે ભરૂચના નાયબ કલેક્ટર પી.એલ.પીઠાની મુખ્યમહેમન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે એસઆરએફના એચઆર હેડ ગિરિશ ગોયલ, ફેક્ટરી મેનેજર દિનેશ બાબુ, લાઈઝન મેનેજર હિમાંશુ કડીયા, પ્રોગ્રામ મેનેજર શોકેબ આલમ અને સીએસઆર પ્રતિનિધિ રાજેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચમાં રન બનાવો સ્પર્ધામાં ડ્રોમાં મહિલાને મોબાઈલ ફોન લાગ્યો
સંતરામપુર ખાતે કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો
સંતરામપુર APMC ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખાતે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ કાર્યક્રમનું સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોરના અધ્યક્ષ સ્થાને અને મહાનુભાવોની ઉપસ્થિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ ધ્વારા પ્રાકૃતિક કૃષિના મુખ્ય ચાર સિધ્ધાંતો જીવામૃત, બીજામૃત, વાપ્સા અને આચ્છાદન, આદર્શ પશુપાલન, શિયાળું પાકોમાં વધુ ઉત્પાદન લેવા ધ્યાનમાં રાખવાના પગલાં, કૃષિ સહાય પેકેજમાં વધુમાં વધુ ખેડુતો ઓનલાઇન અરજી કરી લાભ મેળવે જેવા વિષયો આવરી લઇ તેમજ અન્ય માહિતી પણ પુરી પાડી હતી. ખેડૂતોને કુષિ વિષયક જાણકારી આપી સરકારની કૃષિ લક્ષી વિવિધ યોજનાઓના લાભો લેવા જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત રન બનાવો સ્પર્ધામાં ભરૂચના જુના તવરામાં રેહતા કંચનબેન પોતાના પરિવાર સાથે રહે છે.. તેઓ રેગ્યુલર દિવ્ય ભાસ્કરની સ્પર્ધામાં ભાગ લે છે. તેમણે હાલમાંજ દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત રન બનાવો સ્પર્ધામાં ભાગ લીધો હતો જેનો ડ્રો યોજાતા કંચનબેને મોબાઈલ ફોનનું ઈનામ લાગતા તેમની ખુશીનો કોઈ પાર રહ્યો હતો. તેમને ભરૂચ બ્યુરો સર્કયુલેશન મેનેજર બાસિત પટેલના હસ્તે ઇનામમાં લાગેલા મોબાઈલ ફોન એનાયત કરવામાં આવ્યો હતો.

હાંસોટ તાલુકાનાં દિવ્યાંગ બાળકો માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રવાસ યોજાયો
હાંસોટ તાલુકામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બી.આર.સી ભવન હાંસોટ દ્વારા યોજાયેલ પ્રવાસમાં દિવ્યાંગ બાળકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, સ્વામિનારાયણ મંદિર પોઇચા ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ પ્રવાસમાં 26 જેટલા દિવ્યાંગ બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. પ્રવાસને લઇ દિવ્યાંગ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બી.આર.સી.કો.ઓ. હિતેશ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા પ્રવાસ સફળ બનાવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો