ભરૂચમાં પોલીસ જવાનોને ડ્રોનની તાલીમ અપાઈ

Bharuch News - in bharuch policemen were trained in drone 060526

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:05 AM IST
ભરૂચ ખાતે સૌ પ્રથમવાર સી.એસ.સી દ્વારા ત્રણ દિવસીય મલ્ટીરોલર ડ્રોન પાયલોટ કોર્ષનું વિના મુલ્યે તાલીમ કેન્દ્ર પોલીસ હેડક્વાટર્સ ખાતે આયોજન કરાયું છે. જેમાં શહેર અને પોલીસના જવાનો મળીને 60 લોકો ડ્રોન અંગેની તાલીમ લઈ રહ્યાં છે.

ભારત સરકારના ડીજીસીએના નિયમો મુજબ ડ્રોન કઈ રીતે ઉડાવવું તે વિષે શીખીને પ્રોફેશન ડ્રોન પાયલટ બનાવ સીએસસી દ્વારા તાલીમ આપવામાં આવે છે. જેમાં 18 વર્ષની વયના લોકો તાલીમ મેળવી શકે છે. જેના ભાગરૂપે ભરૂચમાં સૌ પ્રથમવાર સીએસસી દ્વારા ત્રણ દિવસીય મલ્ટીરોલર ડ્રોન પાયલોટ કોર્ષનું વિના મુલ્યે તાલીમ કેન્દ્ર પોલીસ હેડક્વાટર્સ ખાતે આયોજન કરાયું હતું.જેમાં પોલીસના 30 અને બહારના 30 લોકો મળીને કુલ 60 લોકો તાલીમમાં ભાગ લઈ રહ્યાં છે. જેમાં ત્રણ દિવસ તેમને ડ્રોનનો ઇતિહાસ,સિવિલ તથા મિલિટરી ડ્રોન્સ, ફિક્સ વિંગ તથા મલ્ટીરોલર ડ્રોન, વિવિધ સાઈઝ તથા પ્રકારના ડ્રોન, એવિએશન થિયરી,ભારત સરકારનું ડ્રોન માટેનું રેગ્યુલેશન, ડ્રોનએસેમ્બલીંગ,ફલાઇંગ ટ્રેનિગ, સેફટી, ડ્રોન બિઝનેસ અને કેરિયર બનાવા કેપ્ટન વીરેન્દ્ર પંચાલ અને તેમની ટીમ દ્વારા થિયોરીકલ અને પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં પોલીસ વિભાગમાં અમુક વખતે ગુનેગારોની ગતિવિધિઓ તપાસવા માટે ડ્રોનનો ઉપયોગ કરી શકાય છે તેની માટે પોલીસના જવાનોએ ડ્રોનને ઉડાવાની તાલીમ મેળવી હતી.

પોલીસ જવાનોને સૌ પ્રથમવાર મલ્ટીરોટર ડ્રોન પાયલોટની તાલીમ આપવામાં આવી હતી.

X
Bharuch News - in bharuch policemen were trained in drone 060526

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી