તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ જિલ્લામાં અણધાર્યાં વરસાદી ઝાપટાંથી પાકમાં નુકસાનની ભિતી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભરૂચ શહેર જિલ્લામાં ગઇકાલે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. અણધાર્યાં વરસાદને કારણે પાકમાં નુકશાન થવાની ભિતી ખેડૂતોમાં સેવાઇ રહી છે. ત્યારે વરસાદી ઝાપટા સામાન્ય હોઇ ઉભા પાકને કોઇ ખાસ અસર પડે તેવી શક્યતાઓ નહિવત હોવાનું કૃષિ તજજ્ઞોએ જણાવ્યું હતું.

ભરૂચ શહેર જિલ્લામાં ગઇકાલે સાંજે મોસમે મિજાજ બદલતાં વાતાવરણમાં અચાનક પલટો આવી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જે બાદ અચાનક અલગ અલગ વિસ્તારોમાં છુટાછવાયાં વરસાદી ઝાપટા પડતાં માટીની સુગંધ પંથકમાં પ્રસરી ગઇ હતી.

જોકે ગણતરીના 5-10 મીનીટ સુધી વરસાદ વરસ્યા બાદ તુરંત થંભી ગયો હતો. અચાનક પડેલાં વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોમાં ઉભા પાકમાં નુકશાન થાય તેવી ભિતી સેવાઇ રહી છે. હાલમાં આંબાને મોર આવી ગયાં હોઇ વરસાદને કારણે મોર ખરી જવાનો ભય ખેડૂતોમાં ફેલાયો છે. ત્યારે ભરૂચના નવસારી કૃષિ યુનિવર્સિટીના મદદનીશ વૈજ્ઞાનિક મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ભરૂચ શહેરમાં થયેલો વરસાદ એકદમ નજીવો હોવાને કારણે તેના પાકને નુકશાન થાય તેવી શક્યતાઓ જણાઇ રહી નથી.

જોકે વરસાદ વધુ થયો હોત તો કેરીના મોર ખરી પડવા સાથે કપાસના પાકને નુકશાનની ભિતી હતી. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કાપણી કરીને ખરીમાં મુકવામાં આવેલાં તુવેર, મગ, ચણા જેવા કઠોર પર વરસાદી પાણી પડ્યાં બાદ તેને તાકિદે સુકાવવાની કવાયત હાથ ધરવી જરૂરી છે. ગઇકાલના વરસાદ બાદ આજે સવારથી જ તડકો રહેતાં ખેતરોમાં વરસાદને કારણે થયેલાં ભેજનું પ્રમાણ ઘટતાં નુકશાનની શક્યતાઓ પણ ઘટી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો