તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ જિલ્લામાં 42,587 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માર્ચ મહિનામાં શરૂ થનારી બોર્ડની પરીક્ષા માટે જિલ્લાના 42,587 વિદ્યાર્થીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભરૂચ જિલ્લામાં યોજાનારી બોર્ડની પરીક્ષાઓમાં ગેરરીતિને ડામવા 100 ટકા સીસીટીવી કેમેરાની કેન્દ્રોમાં નજર હેઠળ SSCમાં 28,347 અને HSCમાં 14,240 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.

માર્ચ મહિનાની 7મીથી ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો માહોલ શરૂ થઇ જશે. ત્યારે બોર્ડની પરીક્ષાને લઇને આજે કલેક્ટર કચેરીએ પરીક્ષાને અંગેના એક્શન પ્લાન અંતર્ગત ખાસ બેઠક મળી હતી. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષાની તૈયારીઓને લઇને કરેલાં આયોજનો અંગેની માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી માર્ચ મહિનામાં લેવામાં આવનારી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 માટે કુલ 32 કેન્દ્રોની 92 બિલ્ડીંગમાં 28,347 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 11 કેન્દ્રોની 31 બિલ્ડિંગમાં 9,720 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 4 કેન્દ્રોના 22 બિલ્ડીંગમાં 4,520 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધોરણ 10 એસએસસીની પરીક્ષા માટે ભરૂચ અને અંક્લેશ્વર એમ બે ઝોન પાડવામાં આવ્યાં છે. જ્યારે એચએસસી માટે ભરૂચ એકમાત્ર ઝોન રહેશે. પરીક્ષા માટે કુલ 1511 ખંડ નિરીક્ષકો તેમજ 870 જેટલો વહિવટી સ્ટાફ અને 300થી વધુ પોલીસ જવાનોનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.

કેટલાં કેન્દ્રોમાં કેટલી બિલ્ડીંગમાં પરીક્ષા
પરીક્ષા કેન્દ્રો બિલ્ડિંગ

એસએસસી 32 92

સા.પ્રવાહ 11 31

સાયન્સ 04 22

પરીક્ષાને લઇને તમામ કામગીરી પૂર્ણ કરાઇ છે
બોર્ડની પરીક્ષા વિદ્યાર્થી જીવનમાં મહત્વની હોઇ પરીક્ષામાં અસુવિધા સર્જાય તે માટેના તમામ જરૂરી પગલા ભરી દેવામાં આવ્યાં છે. દરેક કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષા લેવામાં આવશે. ઝોન પ્રમાણે કર્મચારીઓની વહેચણી સહિત પરીક્ષાને લઇને તમામ કામગીરી પુર્ણ થઇ ગઇ છે. નવનીત મહેતા, જિલ્લાશિક્ષણાધિકારી, ભરૂચ.

ઝોન પ્રમાણે શાળાની નિમણૂંક કરાઇ
એસએસસીની પરીક્ષા માટે ભરૂચ અન અંક્લેશ્વર એમ બે ઝોન પાડવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે ભરૂચ ઝોનમાં પરીક્ષાના પેપરો સહિતની કામગીરી માટે સદવિદ્યા મંડળ હાઇસ્કૂલ જ્યારે અંક્લેશ્વર ઝોન માટે અંક્લેશ્વરની એસવીઇએમ હાઇસ્કૂલની પસંદગી કરાઇ છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા માટે ભરૂચમાં માત્ર એક ઝોન હોઇ પરીક્ષાલક્ષી સંચાલન કામગીરી ભરૂચની હોલી એન્જલ્સ સ્કૂલમાંથી કરવામાં આવશે.

ભરૂચ જિલ્લામાં એક માત્ર નહાર કેન્દ્ર સંવેદનશીલ
ભરૂચ જિલ્લાના સંવેદનશીલ કેન્દ્રોમાં તબક્કાવર ઘટાડો થયો છે. છેલ્લાં ત્રણેક વર્ષથી ચોરીના બનાવો ન બનવાને કારણે આ વર્ષે જિલ્લામાં સંવેદનશીલ કેન્દ્રોની સંખ્યા નહીવત થઇને હવે માત્ર નહાર કેન્દ્ર એકમાત્ર સંવેદનશીલ કેન્દ્ર રહ્યું છે.

વીજ કંપનીને ખાસ સૂચનો અપાયાં
બોર્ડની પરીક્ષા દરમિયાન વીજ વિક્ષેપ ન પડે તે માટેની ખાસ તકેદારી જિલ્લા શિક્ષણવિભાગ તેમજ વહિવટી તંત્રએ રાખી છે. જિલ્લા શિક્ષણાધિકારી સહિત કલેક્ટર રવિકુમાર અરોરાએ પણ પરીક્ષાના દિવસોમાં વીજપુરવઠો ખોરવાય નહીં તે માટેની તકેદારી રાખવા સાથે જો વીજપુરવઠો ખોરવાય તો તેને તાત્કાલિક ચાલુ કરાય તે માટેની તૈયારીઓ રાખવા સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો