Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તિરૂપતીમાં પતિએ પત્નીને મિત્ર સાથે રૂમમાં રોકાવા દબાણ કર્યું, ના કહેતાં ત્રાસ ગુજાર્યો
જંબુસરના એક ગામની યુવતિના લગ્ન મુળ ભરૂચના અને હાલમાં સૂરત ખાતે રહેતાં યુવાન સાથે થયાં હતાં. લગ્ન બાદ દંપતિ બાલાજી ફરવા ગયું હતું. તે વેળાં યુવતિને તેના પતિ દ્વારા તેમની સાથે આવેલાં મિત્રના રૂમમાં રાત્રી પસાર કરવા દબાણ કરતાં તેમની વચ્ચે તુતુ મેંમેં થતા ઝઘડો કરી ઘરમાંથી પહેરેલાં કપડે ઘરમાંથી કાઢી મુકી હતી.
જંબુસર તાલુકાનાં એક ગામમાં રહેતી 27 વર્ષની યુવતિના લગ્ન ગત વર્ષે મે મહિનામાં મુળ ભરૂચના અને હાલમાં સૂરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતાં યુવાન સાથે થયાં હતાં. લગ્નના શરૂઆતના દિવસોમાં સાસરિયાઓએ તેની સાથે સારો વ્યવહાર રાખ્યો હતો. પતિ નોકરીએથી મોડો આવતો હોઇ પુછપરછ કરતાં તે તેની સાથે ઝઘડો કરતો હતો. દરમિયાનમાં દંપતિ તેમજ તેના મિત્રો સાથે તિરૂપતી બાલાજી ફરવા ગયાં હતાં. તે વેળાં તેના પતિએ તેને તેના મિત્રના રૂમમાં રાત્રે રોકાવા માટે દબાણ કરતાં યુવતિએ તેનો ઇન્કાર કરતાં તે બાદથી તેના પતિ દ્વારા તેના પર હેરાનગતિ કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. ગત 29મી નવેમ્બરે સાસરિયાઓએ તું તારા પિતાના ઘરેથી કોઇ વસ્તુ લાવી નથી, તું અમારા ઘરમાં જોઇએ નહીં તેમ કહી તેને ઘરમાંથી પહેરેલાં કપડે કાઢી મુકી હતી.
મહિલાની પતિ સહિત સાસરિયાઓ સામે જંબુસર પોલીસમાં ફરિયાદ
જંબુસરની મહિલાને લગ્નના 6 મહિનામાં પતિઅે ઘરમાંથી કાઢી મુકી