Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પત્ની સાથે આડા સંબંધની શંકાએ પતિનો યુવક પર પરાઇથી હુમલો
જંબુસરના ગજેરા ગામે પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાએ પતિએ યુવાન પર પરાઇ વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ગંભીર ઈજાઓ થતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર જંબુસર તાલુકાના ગજેરા ગામે રાજાવાડી નગરી વિસ્તારમાં રહેતો રાજુ માળી તેના પિતરાઇ ભાઇ અશોક માળી તેમજ અન્ય સંબંધીઓ સાથે સંજય રાયસંગ માળીના ગલ્લા પર ઉભા હતાં. તે દરમિયાન ગામમાં જ રહેતો હિતેશ ઉર્ફે હિત્યો રાજુ ગોહિલ તેના હાથમાં પરાઇ લઇને ત્યાં ધસી આવ્યો હતો.
રાજુએ તું કેમ પરાઇ લઇને આવ્યો છે તેમ કહેતાં અશોકને મારી પત્ની સાથે આડા સંબંધ છે. આજે તેને જોઇ લઇશ તેમ કહીં તુરંત અશોક પર પરાઇ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. વેડચ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગજેરા ગામમાં બનેલી ઘટના-લોકોએ યુવાનને બચાવ્યો