તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા નજીક હોવાથી હોમવર્ક માટે ઠપકો આપ્યો હતોઃ સ્કૂલ મેનેજમેન્ટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધોરણ 6ની વિદ્યાર્થીની ઘર છોડી ભાગી જવાની ધટના સામે આવી હતી. શિક્ષિકાના ત્રાસથી તેણે ઘર છોડી શાળાએ જવાને બદલે પૂણે મામાને ત્યા જવા રવાના થઇ હતી. જોકે કોન્વેન્ટ સ્કૂલના મેનેજમેન્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ શિક્ષિકા અહી 10 વર્ષથી ફરજ બજાવે છે. તેમની આ પ્રકારની ફરિયાદ ક્યારેય આવી નથી. શિક્ષિકા વર્ગખંડમાં બધાને સંબોધીને ઠપકો આપે તો આ વિદ્યાર્થીનીએ પોતાને જ કહે છે તેમ વિચારી લીધું હશે અને ઘર છોડવાનું પગલું ભર્યું હશે. બે દિવસ અગાઉ તેણીના પેટમાં દુખાવો થતો હોવાનું કહી રજા માંગી હતી.
બીજા દિવસે ઘરેથી શાળાએ આવવું ન હતું તેથી માતાને આજીજી કરી પરંતુ તેણીની માતાએ શાળાએ મોકલી હતી. જેથી તેણીને ઘર અને શાળા મારુ કોઇ માનતું નથી તેમ કહી મામાના ઘરે જવા નિકળી ગઇ હશે.

કોન્વેન્ટ સ્કૂલની આચાર્ય સિસ્ટર સોનીએ જણાવ્યું હતુ કે, શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને હોમ વર્ક ન કરી આવે તો વિદ્યાર્થીઓને સ્વભાવિક રીતે ઠપકો આપે છે. આ વિદ્યાર્થીનીને પણ વાંચવા-લખવા, નોટ્સ અને બુક કમ્પલિટ કરવા માટે શિક્ષકે કહ્યું હતુ. તેણી અભ્યાસમાં સામાન્ય
હતી, તેથી તેણી પર વિશેષ ધ્યાન આપતા હતા. આગામી દિવસોમાં વાર્ષિક પરીક્ષા આવશે તેના ભાગરૂપે આ વિદ્યાર્થીની સહિત કેટલાક વિદ્યાર્થીઓને 4 દિવસ સુધી વિશેષ ક્લાસનું આયોજન કરી બુક્સ કમ્પલિટ કરાવી હતી.

ભરૂચની કોન્વેન્ટ સ્કૂલની વિદ્યાર્થિની ગુમ થવાનો મામલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો