તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારી પત્ની મને સોંપી દે કહી શખ્સ અને તેના પરિવારનું યુવાનના ઘરે ધિંગાણું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના કુકરવાડા ગામે રહેતાં એક યુવાનની પત્ની સાથે પ્રેમ સંબંધમાં એક શખ્સે પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યાંથી યુવાન તેની પત્નીને પરત ઘરે લઇ આવતાં શખ્સે તેના પરિવાર સાથે તેના ઘરે પહોંચી તારી પત્ની મને સોંપી દે કહીં ધિંગાણું સર્જી યુવાનને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં કુકરવાડા ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં રણજીત ચીમન વસાવાની પત્ની હિનાને તેના ફળિયામાં રહેતાં સુરેશ ઉક્કડ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના પગલે રણજીતે તેને તેના પિયરે શિનોર તાલુકાના દિવેર ગામે મુકી આવ્યો હતો.

દરમિયાનમાં સુરેશ હિનાને પરત લઇ આવી તેના ઘરે લઇ જતાં તે અંગે રણજીતને જાણ થતાં તેમણે તુરંત સુરેશના ઘરે જઇ પોતાની પત્નીને પરત પોતાના ઘરે લઇ આવ્યો હતો. જેના પગલે સુરેશ તેમજ તેની બહેન લખી ઉક્કડ તેમજ ભાણેજ સુમિત્રાએ સુરેશના ઘરે આવી તેને અને તેની માતાને માર માર્યો હતો. બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસે ગુનોનોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...