તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં જર્જરીત બિલ્ડીંગ ઉતારવા ગયેલી ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરની મીપ્કો ચોકડી પાસે આવેલા અને બંધ હાલતમાં રહેલી સ્ટાફ કવાટર્સની બિલ્ડીંગને ઉતારી લેવા પહોંચેલી જીઆઇડીસીની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્ટાફ કવાટર્સમાં રહેતાં લોકો અન્ય જગ્યાઓ પર રહેવા ચાલ્યાં ગયાં છે પણ તેમણે જીઆઇડીસી માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી છે.

ભરૂચ જીઆઇડીસી વિસ્તારમાં કર્મચારીઓ માટેના ક્વાર્ટર્સ આવેલાં છે. જે જર્જરીત થઇ જતાં જીઆઇડીસીએ બિલ્ડીંગોને ખાલી કરાવી દેતાં કર્મચારીઓ અન્ય જગ્યાઓ પર રહેવા માટે ચાલ્યાં ગયાં છે. ચોમાસામાં બિલ્ડીગ ધરાશાયી થઇ શકે તેમ હોવાથી સોમવારના રોજ જીઆઇડીસીના કર્મચારીઓ બિલ્ડીંગ ઉતારી લેવા માટે પહોંચ્યાં હતાં. ઘટનાની જાણ થતાં કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે બિલ્ડીંગ ઉતારતા પહેલા રહેવા માટે વૈકલ્પિક જગ્યાની માંગણી કરી વિરોધ દર્શાવ્યો હતો. અધિકારીઓ અને રહીશો વચ્ચે ઘર્ષણ થયું હતું. બનાવને પગલે સી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આખરે જી.આઇ.ડી.સી.ના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સમાધાન થતા મામલો થાળે પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...