તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીની મોસમ જામી : જિલ્લામાં 20 હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ જિલ્લામાં મોડે મોડે પણ ઠંડીઅે રંગત જમાવી છે. શિયાળાની ઋતુ શરૂ થતાં જ ધરતીપુત્રો રવિપાકની વાવણીમાં જોતરાઇ ગયાં હતાં. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 99 હજાર હેક્ટરમાં ખેડૂતોઅે વાવણી કરી દીધી છે. ત્યારે ઠંડીની મોસમ ઘઉં માટે ફાયદાકારક હોઇ અા વર્ષે 20 હજાર હેક્ટરમાં ખેડૂતોઅે ઘઉંનું વાવેતર કર્યું છે. જ્યારે 40 હજાર હેક્ટરમાં જિલ્લાનો મુખ્ય પાક ગણાતાં શેરડીનું વાવેતર કર્યું છે.

ભરૂચ જિલ્લામાં અા વર્ષે શિયાળાની શરૂઅાત મોડી થઇ હોવા છતાં અાખરે ઠંડીની મોસમની જમાવટ થઇ છે. ઉત્તરીય પવનો ફૂંકાતાં પંથકમાં શિતલહેરની અસર વર્તાઇ રહી છે. જેના કારણે ગઇકાલે શુક્રવાર 10.6 ડિગ્રી સાથે મોસમનો કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો. શિયાળાની ઋતુમાં ખેડૂતો રવિપાકમાં જોતરાઇ જતાં હોય છે. અા વર્ષે ચોમાસામાં બે વાર થયેલી અતિવૃષ્ટીના કારણે ખેડૂતોની અાશ રવિ સિઝન પર નિર્ભર બની છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 99 હજાર ઉપરાંત હેક્ટરમાં ધરતીપુત્રોઅે રવિપાકોનું વાવેતર કર્યું છે. જેમાં 20 ટકા જેટલું વાવેતર ઘઉંનું અને અન્ય 22 ટકા વાવેતર કઠોળનું થયું છે. જોકે ભરૂચ જિલ્લામાં શેરડી અને તૂવેર મુખ્ય પાક હોઇ અા વર્ષે 40 હજાર હેક્ટરમાં શેરડીનું વાવેતર કરાયું છે. જ્યારે તુવેરનું વાવેતર અા વર્ષે ઘટીને માત્ર 9,622 હેક્ટર જેટલું નોંધાયું છે.

ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લામાં રવી સીઝનમાં મુખ્યત્વે ઘઉં, જુવાર, શેરડી, શાકભાજી, કઠોળ તેમજ શેરડી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે. ડીસેમ્બર મહિનાના અંત સુધીમાં શિયાળાની બરાબર જમાવટ નહિ થતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી. પરંતુ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે જિલ્લામાં તાપમાનનો પારો ગગડીને 10 ડીગ્રી જેટલો નીચે ચાલ્યો જતાં રવીપાકો માટે અનુકુળ વાતાવરણ ઉભું થતાં ખેડૂતોમાં અનોખી ઉર્જાનો સંચાર થયો છે.

જિલ્લાના 50% ખેડૂતો દ્વારા રવી પાકોનું વાવેતર
ભરૂચમાં કપાસ અને તુવેરના પાકો મુખ્ય છે પણ 40થી 50 ટકા ખેડૂતો રવિ પાકોનું વાવેતર કરતાં હોય છે. શિયાળાની મોસમ જામવાને કારણે ધરતીપુત્રો દ્વારા રવિપાકોના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે.

અસર શું | ઘઉં તેમજ ચણાના પાકને ફાયદો
ભરૂચ જિલ્લામાં શિયાળાની જમાવટ થવાના કારણે ઘઉં અને ચણાના પાકને ફાયદો થશે. આ બંને પાક માટે 15 થી 17 ડીગ્રી જેટલું તાપમાન જરૂરી હોય છે. ઠંડી શરૂ થતાં ઘઉં અને ચણાનું વાવેતર કરતાં ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે.

મુખ્ય વાવણીની વિગતો (વાવેતર હેક્ટરમાં)
તાલુકો ઘઉં કઠોળ શેરડી

અંક્લેશ્વર 2,075 12 7,700

હાંસોટ 1,650 102 11,180

ભરૂચ 1,290 8,885 4,100

વાગરા 2,510 9,530 00

અામોદ 1,315 3,800 60

જંબુસર 5,245 620 00

ઝઘડિયા 1,550 20 6,900

વાલિયા 2,050 80 6,100

નેત્રંગ 2,565 610 3,400

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો