માતા-પિતાના ઝઘડામાં છોડાવવા પડેલાં પુત્ર પર પિતાનો ચપ્પુથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ તાલુકામાં આવેલાં ટંકારિયા ગામે રહેતાં દંપતિ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. જેના પગલે તેમનો પુત્ર વચ્ચે પડી છોડાવવા જતાં ઉશ્કેરાયેલાં પિતાએ પુત્ર પર ચપ્પુથી હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે પાલેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં ટંકારિયા ગામે રહેતાં ઇલેવન ગોપાલ વસાવા તેમજ તેની પત્ની વચ્ચે કોઇ વાતે ઝઘડો ચાલી રહ્યો હતો. દરમિયાનમાં તેમનો પુત્ર વિષ્ણુ ઘરે આવતાં તેણે ઝઘડો અટકાવવાનો પ્રયાસ કરતાં ઉશ્કેરાયેલાં તેના પિતા ઇલેવન વસાવાએ તેની સાથે પણ બોલચાલી કરી ઝઘડો કર્યો હતો. બન્ને વચ્ચે વાકયુદ્ધ છેડાયાં બાદ ઉશ્કેરાયેલાં ઇલેવન વસાવાએ આવેશમાં આવી જઇ તેના હાથમાંના ચપ્પુ વડે તેના પુત્ર વિષ્ણુ પર હૂમલો કરવાનો

...અનુસંધાન પાના નં.2

પ્રયાસ કરતાં વિષ્ણુએ સ્વબચાવ માટે બન્ને હાથ વચ્ચે લાવતાં તેના હાથની આંગળીઓ તેમજ કપાળના ભાગે ચપ્પુથી ઘા થઇ ગયાં હતાં. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે પાલેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી હૂમલો કરનારને જેર કરવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...