તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીઝલના ભાવમાં વધ-ઘટનું બહાનું, જિલ્લા ભાજપ સંગઠનના દબાણથી ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ મુલતવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બજેટની સભામાં તકેદારીના ભાગરૂપે દરેક સભ્યો માટે માસ્ક રાખવામાં આવ્યા હતાં તેમજ હાથ સેનેટાઇઝરથી સાફ કરાવ્યા હતાં. કેટલાકે માસ્ક લીધા હતા પણ સમખાવા પૂરતા એક સભ્ય મનહર પરમારે જ માસ્ક પહેર્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે, સભાસદો માટે નાસ્તાની ડીશો સભાખંડના પાછળના ભાગે એસીના કોમ્પ્રેસર પર મૂકી હતી. એસીના આઉટલેટનું પાણી પાઇપમાંથી કેટલીક ડીશોમાં પડ્યું હતું. ગંદકીમાં તૈયાર ડીશોમાંથી શાસક પક્ષના ઘણા સભ્યોએ ભરપેટ નાસ્તો કર્યો હતો જ્યારે વિપક્ષને આ બાબતની જાણ થતાં તેઓ નાસ્તો કર્યા વગર જ જતાં રહ્યા હતાં.

પાલિકામાં ઈન્ચાર્જ સેક્રેટરી મોતી વસાવાને રેગ્યુલર સેક્રેટરીનો ચાર્જ આપવાના મુદ્દે રજૂઆત થતાં મુખ્ય અધિકારીએ આગળની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવતા વિપક્ષે તમારા પર ભરોસો છે.પરંતુ બોડી પર નહિ હોવાનું જણાવતા શાસક પક્ષે હોબાળો મચાવ્યો હતો.આ ઉપરાંત પાલિકાની ડાયરીમાં જંબુસરના ધારાસભ્યને સ્થાન નહી અપાતા ડાયરી પાછી ખેંચવા ઉગ્ર રજૂઆત થઇ હતી.

પ્રમુખની હૈયા વરાળ ગરિમા જળવાતી નથી


પાલિકાની સભામાં પ્રમુખ સુરભી તમાકુવાલાએ પ્રમખની ગરિમા ન જળવાતી હોવાની હૈયા વરાળ કાઢી હતી.પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દાઓ અંગે તું તું મેમે થતી હોય છે. પ્રમુખ દ્વારા વિપક્ષને શાંતિ રાખવા અને કોમેંન્ટ પાસ કરવા મામલે સૂચનો અપાય છે. પરંતુ તેમની વાત નહીં માનતા હોવાથી તેમણે પોતાની હૈયા વરાળ ઠાલવી હતી.

નવું મશીન ખરીદાતું નથી અને ભાડું રૂા. 2 કરોડ ચૂકવે છે

પાલિકા બે પોકલેંડ અને એક જેસીબીનું 4 વર્ષ ઉપરાંતથી વાર્ષિક ભાડું 2 કરોડ ચૂકવાતું હોવાથી વિપક્ષે સદર મુદ્દે હોબાળો મચાવી આટલા રૂપિયામાં તો પાલિકા પોતાના મશીનો વસાવી શકવાની વાત જણાવી હતી.શાસક પક્ષે પણ સમર્થન આપ્યું હતું.

છેલ્લા 10 વર્ષમાં આ 27 કામ બેથી ત્રણવાર રિપીટ

} ફાટાતળાવ શોપિંગ

} રંગ ઉપવન શોપિંગ

} રતન તળાવનો વિકાસ

} નર્મદા રિવરફ્રન્ટ

} અર્બન હેલ્થ સેન્ટર

} દવાખાનાનું નવીનીકરણ

} વરસાદી પાણીનો નિકાલ

} પંપરૂમની નવીનીકરણ

} કૈલાસધામ યોજના

} દશાશ્વમેઘ ઘાટનું નવીનીકરણ

} નાઈટ સેલ્ટર

} ભૂગર્ભ ગટર યોજના,

} મક્તમપૂરમાં ફિલ્ટર સ્ટેશન

} ફેરિયાઓને ઓળખકાર્ડ- વીમો

} સેનેટરી વોર્ડ ઓફિસ

} જનસુવિધા કેન્દ્ર

} યુવાઓને કૌશલ્યવર્ધક તાલીમ

} જીમ કમ યોગા સેન્ટર

} સોસાયટીનું ધોવાણ અટકાવવા,

} સર્કલોનું નવીનીકરણ

} હોકર્સ ઝોન

} વોટર ટેન્કર ખરીદવા

} સેલ્ટર ઓન વીલનો ખર્ચ

} ફીસ -બીફ માર્કેટ કતોપોર

} દાંડિયાબજાર ફીસ માર્કેટ

} સ્ટેશન ગરનાળાનું ડેવલોપમેન્ટ

} પાલિકા રીનોવેશન અને ફૂટ બ્રિજ

ખીચડીનો ખર્ચ ધારાસભ્યને સાથે રાખી મંજૂર કર્યો હોવાની વાતે વિપક્ષે તેમને પણ ખેંચ્યાં

ગઈ સામાન્ય સભામાં ગાજેલી ખીચડી કૌભાંડમાં મિનિટ્સ વાંચવા અને સુધારા માટે વિપક્ષે રજુઆત હતી.જેમાં ખીચડી કૌભાંડમાં મંજૂર થયેલા ખર્ચ અંગે શાસકે જણાવ્યું હતું કે, સદર ખર્ચ 45 (ડી) 67 (ડી) મુજબ ભરૂચના ધારાસભ્યને સાથે રાખીને મંજુર કરાયો છે.સદર મામલે વિપક્ષે આ કામમાં આપની સાથે ધારાસભ્ય પણ સામીલ હોવાનું નોંધ્યું હતું.

સભામાં પશ્ચિમ વિસ્તારના વિકાસના કામની ચર્ચા દરમ્યાન પાકિસ્તાન શબ્દનો પ્રયોગ થયો હોવાનું લાગતા પ્રમુખે વિપક્ષના સભ્યોને અટકાવ્યા હતા.જોકે વિપક્ષના કોઈ સભ્યે પાકિસ્તાન શબ્દનો ઉપયોગ જ ન કર્યો હોવાના દાવા સાથે કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.બંને પક્ષોના સામસામે આક્ષેપો સાથે ચર્ચા આગળ વધી હતી.

સલામતી માટે આપેલા માસ્ક પોલીસે પહેર્યા, સભ્યોએ નહીં

ભાસ્કર ન્યૂઝ | ભરૂચ

ભરૂચ નગર પાલિકાનું વર્ષ 2020-21નું રૂા. 16.42 કરોડનું પુરાંત વાળું બજેટ ગુરુવારે સામાન્ય સભામાં મંજૂર થયું હતું. ડોર ટુ ડોર કચરા કલેકશનના કોન્ટ્રાક્ટનું વિવાદિત કામ પાલિકા શાસકોએ આશ્ચર્યજનક રીતે મુલતવી કરી દીધું હતું. આ કામ મુલતવી રાખવા પાછળ ડીઝલના ભાવમાં વધ-ઘટનું બહાનું કાઢ્યું હતું. હકીકતમાં ભાસ્કરના અહેવાલના પગલે બુધવારે મોડી રાત સુધી આ કામ પર ફેર વિચારણા કરવા મોવડીઓને રજૂઆતો થઇ હતી. જિલ્લા ભાજપ સંગઠનના દબાણથી ગુરુવારે સવારે આ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. બીજી બાજુુ વિપક્ષ પ્રમુખે પણ છેલ્લા 10 વર્ષમાં બજેટમાં કામો કોપીપેસ્ટ કર્યા હોવાના આક્ષેપ કરી શાસકોને ભીંસમાં લીધા હતાં.

વર્ષે દોઢસો કરોડનું બજેટ વાળી ભરૂચ પાલિકાની ગુરુવારે સવારે સામાન્ય સભા મળી હતી. પાલિકા પ્રમુખ સુરભીબહેન તમાકુવાલા અને કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલાએ બજેટ રજૂ કર્યું હતું.બંને પક્ષની નજર ડોર ટુ ડોર કચરાના કોન્ટ્રાક્ટ પર હતી.

અત્યાર સુધી કોન્ટ્રાક્ટરને મિલકત દીઠ રૂા. 17.95 નો ભાવ અપાતો હતો. કોન્ટ્રાક્ટરે 24ના સ્થાને 36 નવા ટેમ્પા મૂકવાનું કહેતા તેને રૂા. 12ના ભાવવધારા સાથે રૂા. 30 નો ભાવ આપવાની તખ્તો ગોઠવાઇ ગયો હતો. ભાસ્કરે અન્ય નગર પાલિકાઓમાં કચરાના કોન્ટ્રાક્ટના ભાવોની વિગતો મૂક્યા બાદ સ્વયં શાસક પક્ષના સભ્યોમાં ચણભણાટ શરૂ થયો હતો. બજેટ પૂર્વે ભાજપની બેઠકમાં પણ ફેર વિચારણા માટે બૂમ ઉઠી હતી. બુધવારે મોડી રાત સુધી મોવડીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી.

કયા કામમાં રૂપિયા ખર્ચ કરશે ?

}સ્ટ્રીટ લાઇટ વિદ્યુત ખર્ચમાં ગત વર્ષ જેટલું જ ~1 કરોડનું બજેટ

} નવા રસ્તા બનાવવા માટે અગાઉના જેટલું જ 30 લાખનું બજેટ

} વરસાદી પાણી નિકાલ માટે દર વખતની જેમ 5 લાખની ફાળવણી

} ચૂંટણીનું વર્ષ હોવાથી તેના ખર્ચ કરવા માટે 39 લાખનો ખર્ચ થશે

} ફોગિંગ મશીનનો પાછલા વર્ષે 3.50 લાખથી બજેટ વધારી 8 લાખ કર્યું

} નવો ટ્યુબવેલ માટે ગત વર્ષના રૂા 15 લાખથી ઘટાડી 2 લાખ કર્યું

} જીપીસીબીને એક વર્ષ પહેલા 1 લાખની ચૂકવણી, હવે 5 લાખ કર્યા

} શહેરમાં હેન્ડપંપ મૂકવા માટે આ વર્ષે 2 લાખ અપાશે

} સરદાર સરોવર મીઠા પાણી માટે ગત વર્ષે 1.20 કરોડ હતા જે 6.95 કરોડ કર્યા.

} ગરીબ વિસ્તારમાં પાણીની લાઇન માટે 5 લાખથી વધારી 10 લાખ કરી દીધા

સામાન્ય સભામાં પાકિસ્તાનના મુદ્દે રકઝક થઈ હતી

પાલિકાનું બજેટ મંજૂર

ભરૂચ પાલિકા શાસકો બેકફૂટ પર, ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટનો ભાવ
રૂા. 30 કરવાનું સ્વપ્ન રોળાયું
અન્ય સમાચારો પણ છે...