ભરૂચના વ્હોરવાડ વિસ્તારમાં ગંદકીના કારણે લોકોમાં જોવા મળતો રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ ખાતે વોર્ડ નં 10 માં વ્હોરવાડ વિસ્તારમાં નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા સાફસફાઈ નહિ કરવાના અભાવે કચરા પેટીઓ અને ખુલ્લી ગટર ઉભરાઈ રહેતા સ્થાનિકોનું રહેવું મુશ્કેલ બની ગયું છે. વારંવાર આ વિસ્તારના પાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર તથા સત્તાધીશો અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં નહિ ભરતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.હાલમાં મુસ્લીમ સમાજનો રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે અહીંયા મુકવામાં આવેલી કચરા પેટીઓ પણ ભરાઈને કચરો બહાર નીકળી ગયો હોવાથી માર્ગ પરથી પસાર થતાં લોકો દુર્ગંધથી ત્રસ્ત બન્યા છે.પાલિકા દ્વારા ગટરો બનાવાઈ છે પરંતુ ગટરો છેલ્લા કેટલાય સમયથી સાફસફાઈના અભાવે ઉભરાઈ રહી છે. જેના કારણે વિસ્તારમાં દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે . મંગળવારે સ્થાનિક રહીશોએ ભેગા મળી પાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો.

ભરૂચ પાલિકાના વોર્ડ 10માં સફાઈ કર્મીઓ દ્વારા બરાબર સાફ સફાઈ નહીં થતી હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. -રાજેશ પેન્ટર

અન્ય સમાચારો પણ છે...