તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુલિયા કતલખાને ટ્રકમાં લઇ જવાતી 14 ભેંસોને બચાવાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંક્લેશ્વરના કાપોદ્રા પાટિયા પાસેથી પસાર થઇ રહેલી એક ટ્રકને પોલીસે અટકાવી તલાશી લેતાં તેમાં 14 ભેંસોને કૃરતાપુર્વક વહન કરી જવાના હોવાનું જણાયું હતું. ઉપરાંત ટેમ્પો ચાલક સહિત બે જણાની પ્રાથમિક પુછપરછમાં તેઓએ ભરૂચથી ધુલીયાના કતલખાનામાં ભેંસોને લઇ જવાની કબુલાત કરતાં પોલીસે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છેે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વડોદરાના માંજલપુર ખાતે રહેતી નેહા પટલ ગૌરક્ષક તરીકે કામ કરતાં હોઇ તેઓએ ચોક્કસ બાતમીના આધારે પોલીસને સાથે રાખી કાપોદ્રા પાટિયા પાસે ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ભરૂચની સબર હોટલમાંથી ટેમ્પોમાં 14 ભેંસોને કૃરતાપુર્વક અને ઘાસ-ચારાની સુવિધા વિના ખિચોખીચ બાંધીને ધૂલિયા ...અનુસંધાન પાના નં.2

તરફ લઇ જતાં બે શખ્સોને ટીમે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે 1.68 લાખની મત્તાની 14 ભેંસ તેમજ 4.50 લાખનો ટેમ્પો સહિત કુલ 6.18 લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક ઇરફાન અબ્બાસ શેખ (રહે અહમદનગર, પાલેજ) તેમજ સુહેલ સલમ જાકા (રહે. વલણ, કરજણ)ને ઝડપ પાડી તેમની વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો