તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આલીયાબેટમાં મંજૂરી વગર સોલ્ટવર્ક માટે થતું ખોદકામ અટકાવવા માંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત- પાકિસ્તાન સરહદ પર તણાવ વચ્ચે આલીયાબેટમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. સઘન સુરક્ષાના દાવા વચ્ચે આલીયાબેટ પર ગાંધીધામના કેટલાક ઇસમો મંજૂરી વિના સોલ્ટવર્ક માટે ખોદકામ કરી રહયાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ભરૂચ જિલ્લા માછીમાર સમાજે જનતા રેઇડ કરી આ કામગીરી બંધ કરાવવામાં આવશે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ભરૂચ જિલ્લા માછીમાર સમાજે આપેલાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હાંસોટ તાલુકાના પારડી ગામે આલીયાબેટની જમીન કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન ( સીઆરઝેડ)માં આવેલી છે. આ જમીનમાં ગાંધીધામના કેટલાક ઇસમો કોઇ પણ જાતની મંજૂરી વિના ખોદકામ કરી રહયાં છે. તેમણે પાળા બનાવી દેતાં નદીનો પ્રવાહ અવરોધાતો હોવાથી પર્યાવરણને નુકશાન થઇ રહયું છે. ખોદકામ કરવામાં વપરાતી તમામ મશીનરી જપ્ત કરવામાં આવે તથા મંજૂરી વિના ખોદકામ કરી રહેલા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ છે. જો વહીવટીતંત્ર નર્મદા નદીને તથા પર્યાવરણને થતું નુકશાન અટકાવવા માટે પગલાં નહિ ભરે તો માછીમાર સમાજના લોકો જાતે આલીયાબેટ પર જનતા રેઇડ કરી કામગીરી બંધ કરાવી દેશે તેવી ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો