ભરૂચના નર્મદા નદીના કિનારેથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના મકતમપુર બોરભાઠા બેટ વિસ્તારના નર્મદા નદીના કિનારે પૂરના પાણીમાં તણાઈને મૃત્યુ પામેલા અઢી વર્ષીય દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેની જાણ વનવિભાગને કરવામાં આવતા તેઓએ દીપડાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને વટેનરી ડોકટર પાસે યોગ્ય તપાસ પીએમ કરાવી અંતિમક્રિયા કરવામાં આવશે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમ તેની સપાટી વટાવી જતા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું.એક તરફ ડેમમાથી છોડવામાં આવતા લાખો ક્યુસેક પાણી અને ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે બન્ને જિલ્લાઓના નદી કિનારાના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે નદી કિનારા અને જંગલીય વિસ્તારોમા પણ પાણી ભરાઈ ગયા હતા.જેના કારણે કેટલાય પશુઓ, જાનવરો નર્મદા નદીના વહેણમાં ખેંચાઈને મૃત્યુ પામ્યા હતા. ભરૂચમાં રવિવારે સાંજ મકતમપુર બોરભાઠા બેટના પોસ્ટઓફિસ ફળિયાના નદી કિનારે એક અઢી વર્ષીય દીપડાનો પાણીમાં ડૂબી ફૂલી ગયેલો મૃતદેહ દેખાતા લોકટોળા ઉમટી પડયા હતા.જે અંગે બનાવની જાણ વનવિભાગના અધિકારીએ તાત્કાલિક ટિમ સાથે ઘટના સ્થળ પર પહોંચીને દીપડાના મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવી તેના શરીર પર ઇજાના કોઈ નિશાન તો નથીને તેની ખાતરી કરીને ઝાડેશ્વરમાં આવેલી નર્સરી ખાતે મોકલી આપ્યો હતો.ત્યાં સોમવારે સવારે વેટેનરી ડોકટર પાસે તપાસ અને પીએમ કરાવીને તેના મૃતદેહને અગ્નિદાહ આપીને અંતિમવિધિ કરાશે. ઉલ્લેખનીય છે કે,વનવિભાગ આરએફઓ મહેન્દ્ર કંઠવાડિયાએ જણાવ્યું હતું કે, દીપડાઓ પાણીમાં તરી શકતા હોય છે.પરંતુ રેલના પાણીમાં તેઓ બોવ દૂર સુધી નહિ તરી શકતા થાકી જવાના કારણે ડૂબી જવાથી મોત થતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...