ઝાડેશ્વરમાં રોડની બાજુમાં આવેલા ખુલ્લી વરસાદી કાંસમાં ગાય ફસાઈ

Bharuch News - cows trapped in an open rain bronze next to the road in zadeshwar 060530

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:05 AM IST

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રોડની બાજુમાં આવેલી ખુલ્લી વરસાદી કાંસમાં શનિવાર બપોરના ગાય પડતા અંદર ફસાઈ ગઈ હતી. તેને સ્થાનિક અને પાલિકાના લોકોએ જેસીબીની મદદથી 1 કલાકની ભારે જહેમત બાદ સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે , મહિના પહેલા આજ કાંસમાં પડેલી ગાયને સ્થાનિકોએ બચાવી હતી. જેથી પંચાયત દ્વારા વહેલી તકે ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લી ગટરો અને કાંસની મરામત હાથ ધરવામાં આવે તેવી લોક ઉઠી છે.

ભરૂચ શહેરમાં કરોડોના ખર્ચે રોડની બાજુમાં વરસાદી કાંસો બનાવામાં આવી છે. જેનાથી ચોમાસાની ઋતુમાં રોડ પર ભરાતા પાણી તેના મારફતે બહાર નીકળી જઈ શકે અને રોડને નુકશાન પણ ના થાય.પરંતુ કેટલાય સ્થળોએ કાંસ ખુલ્લી રહી જવાના અને જર્જરિત થઈ જવાના કારણે અકસ્માતો સર્જાતા રહે છે. ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી અયોધ્યાનગરી નજીક ખુલ્લી કાંસમાં શનિવારે બપોરના બે વાગ્યાના અરસા એક મોટી ગાય પડતા અને કાંસ સાંકડી હોવાથી તેમાં તે ફસાઈ ગઈ હતી.

...અનુસંધાન પાના નં.2બનાવ અંગેની જાણ સ્થાનિકોએ તાલુકા પંચાયતના સભ્ય મહેશ નિઝામા અને નગરપાલિકાના ફાયર વિભાગને કરી હતી. તેઓએ સ્થળ પર પહોંચીને જે.સી.બી મશીનની મદદ વડે સ્થાનિકો સાથે મળીને 1 કલાક ઉપરાંતની ભારે જહેમત બાદ ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. ખુલ્લી કાંસોમાં અવાર નવાર અકસ્માતો અને પશુઓ પડી જવાના બનાવોના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અગાઉ મહિના પહેલા પણ એક ગાય આજ કાંસમાં પડતા સ્થાનિકોએ તેને બહાર કાઢી હતી.જેથી પંચાયત દ્વારા ખુલ્લી કાંસો,ગટરોનું સર્વે કરાવીને યોગ્ય મરામત હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

X
Bharuch News - cows trapped in an open rain bronze next to the road in zadeshwar 060530
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી