ટ્યૂશને નીકળેલી સગીરા ગુમ થતાં અપરહણની ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ|ભરૂચનાં એક વિસ્તારમાં રહેતા પરિવારની બે દીકરીઓ ઘરની નજીક આવેલી એક જ શાળામાં અભ્યાસ કરે છે. જે પૈકી મોટી દીકરી ધોરણ-9માં અભ્યાસ કરતી હોય બે દિવસ પૂર્વે ગૂમ થઈ હતી. સ્કૂલેથી આવ્યા બાદ સાંજે ટ્યૂશન જવાનું કહી નીકળેલી સગીરા પરત નહીં આવતાં માતા પિતાએ શોધખોળ કરી હતી. તેમણે દીકરીની બહેનપણીઓ તેમજ સંબંધીઓને ત્યાં પણ તપાસ કરતાં ક્યાંય મળી નહોતી. આખરે સગીરાના પિતાએ દીકરીનું કોઈ અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હોવાની ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ
નોંધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...