તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં વન વિભાગ દ્વારા કરુણા અભિયાન રેલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચમાં ઉતરાયણ પર્વ નિમિત્તે લીંકરોડ ખાતેથી વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા લોકોમાં જન જાગૃતિ લાવવા કરુણા અભિયાન બાઈક રેલીનું આયોજન કરાયું હતું. સદર રેલીમાં વન વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

શહેરમાં સોમવારના રોજ સવારમાં વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા ઉતરાયણના પર્વ નિમિત્તે લીંકરોડથી કરુણા અભિયાન 2020 જન જાગૃતિ બાઈક રેલીનું આયોજન કરાયું હતું. સદર રેલીને જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન અને નાયબ વન સંરક્ષક ભાવનાબેને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.પક્ષીઓ બચાવો જાગૃતિ અર્થે નીકળેલી બાઈક રેલી શ્રવણ ચોકડીથી નીકળી કલેકટર કચેરી,તુલસીઘામ ચોકડીથી પરત રેલ્વે સ્ટેશન અને પાંચબત્તી, હોસ્ટેલ ગ્રાઉન્ડ સમાપન થઇ હતી.ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને થતી ઇજાઓ અને મૃત્યુના બનાવો અટકાવવાના અભિયાન અન્વયે લોકસંવેદના જાગૃત કરવા તેમજ કરૂણા અભિયાનને સફળ બનાવવા પ્રચાર અને પ્રસાર રેલી યોજાઈ હતી. વધુમાં ચાઈનીઝ દોરીનો ઊપયોગ ના કરો અને અબોલા પક્ષીઓ ને બચાવો તેવો સંદેશો આપવામાં આવ્યો હતો.આ બાઇક રેલીમાં વન વિભાગના અધિકારીગણ -સ્ટાફ,તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા.વધુમાં નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ દ્વારા તેમની તથા હેલ્‍પ લાઇન નંબર 02642-269065 અથવા હેલ્પલાઇન નંબર- 1962નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

ભરૂચમાં વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન માટે જનજાગૃતિ લાવવા શ્રવણ ચોકડીથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો