તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના 9 તાલુકામાં વિકાસના કામોને પ્રભારીમંત્રીની મંજૂરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ જિલ્લા આયોજન મંડળ અને આદિજાતિ વિકાસ યોજનાના વિકાસના કામોની સમીક્ષા માટેની બેઠક પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્‍યક્ષપણા હેઠળ જીએનએફસી રેસ્ટ હાઉસ ખાતે મળી હતી.

બેઠકમાં વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇ હેઠળ તથા રાષ્‍ટ્રીય પર્વ યોજના હેઠળ જાન્યુઆરી મહિના સુધીમાં થયેલા કામોની પ્રગતિ તથા અન્ય યોજના હેઠળ થયેલાં કામોની સમીક્ષા કરવામાં આવી હતી. વિકેન્‍દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇ હેઠળની સને-૨૦૧૯-૨૦ ના વર્ષ માટેની નવી દરખાસ્‍તો મંજૂર કરવા તથા એ.ટી.વી.ટી યોજના હેઠળની વર્ષ ૨૦૧૯-૨૦ માટેની નવી દરખાસ્‍તો મંજૂર કરવાના કામ પર ચર્ચા કરવામાં આવી હતી. આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં ન્‍યુ ગુજરાત પેર્ટનના પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારી મંત્રીએ મંજૂર થયેલા તમામ કામો સમયમર્યાદામાં અને ઝડપથી થાય તેવી સુચના આપી હતી. બેઠકની શરૂઆતમાં તાજેતરમાં પુલવામાં થયેલાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના માનમાં બે મિનિટનું મૌન પાળી શ્રધ્‍ધાંજલિ અર્પવામાં આવી હતી.

ભરૂચના જીએનએફસી રેસ્ટહાઉસ ખાતે જિલ્લા આયોજન મંડળ અને આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો