તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં મતદાનની ટકાવારી વધારવા કાર રેલી યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકસભાની સામાન્‍ય ચૂંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરેતેવા આશયથી ભરૂચ શહેરમાં આવેલી નારાયણ વિદ્યાવિહાર ધ્‍વારા મતદાન જાગૃતિ કાર રેલી યોજવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ ફલેગ ઓફ આપીને આગળ પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ વેળાએ આચાર્ય મહેશ ઠાકર, હસમુખ જંબુસરીયા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. કાર રેલી સુરભી સોસાયટી, ધર્મનગર, કોલેજરોડ, ભોલાવ ઓવર બ્રીજ, કલેક્‍ટર કચેરી, શક્‍તિનાથ થઇ હોસ્‍ટેલ ગ્રાઉન્‍ડ વિસર્જીત થઇ હતી. આપણો વોટ આપની તાકાત, મતદાન મેરા અધિકાર, મતદાન માટેના પુરાવા અંગેના બેનરો સાથે લોકો જોડાયાં હતાં.સ્‍વીપ નોડલ અધિકારી મહેતાએ જણાવ્‍યું હતું કે, શાળાનોએક વિદ્યાર્થી ઓછામાં ઓછા વીસ મતદારોને જાગૃત કરીને મતદાન કરવા પ્રેરિત કરે તો આપણે મતદાનની ટકાવારીમાં વધારો કરી શકીશું. ભરૂચ લોકસભા બેઠક માટે 23મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે.

અન્ય સમાચારો પણ છે...