Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચના આકાશમાં ચગશે CAAનો પતંગ
ભરૂચ શહેરવાસીઓ આગામી ઉત્તરાયણ પર્વને લઈને સજ્જ થઈ ગયા છે. શનિ-રવિની રજામાં પગંત બજારમાં ભીડ વર્તાય રહી છે. ત્યારે આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા દેશહિતમાં લેવાયેલા અનેક નિર્ણયોને આવકારવા ઉત્તરાયણનું પર્વ પણ માધ્યમ બની રહ્યું છે. પતંગ ઉત્પાદકો પાસે ભરૂચના રાજકીય અગ્રણીઓ દ્વારા સીએએના સમર્થન સહિત અનેક નિર્ણયોને વધાવતા પગંતો છપાવી ઠેર ઠેર વિતરણ કરવામાં આવી રહ્યા છે.
દેશભરમાં સીએએ-એનઆરસીનો વિરોધ થઈ રહ્યો છે. જેની સામે દેશમાં એકમાત્ર ગુજરાત વિધાનસભામાં સીએએના વિધેયકને પસાર કરવામાં આવ્યું છે. તો ભાજપ દ્વારા આ કાયદાની સમજ આપવા ઠેક ઠેકાણે જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હવે આગામી સમયમાં આવી રહેલા ઉત્તરાયણ પર્વને પણ સીએએનો રંગ આપ્યો છે. ભરૂચમાં ભાજપ શાસિત પાલિકાના સભ્યોએ સીએએના સમર્થનમાં પતંગો છપાવી તેનું વિતરણ શરૂ કર્યું છે. વળી પતંગના ઉત્પાદકોએ પણ કેન્દ્ર સરકારે ગત વર્ષ અને આ વર્ષ દરમિયાન લીધેલા નિર્ણયો ઉપર ફોકસ કરી પ્રિન્ટેડ પતંગો બનાવી બજારમાં ઉતારી છે. જેમાં કાશ્મિરનો 370ની કલમનો મુદ્દો, બેટી બચાવો બેટી પઢાવોને ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. હવે ઉત્તરાયણના દિવસે ભરૂચનું આકશ પણ આવા સરકાર સમર્થિત પતંગોથી છવાશે.
ભરૂચમાં મકરસંક્રાંતિએ સીએએના સમર્થન સહિત સરકારના અનેક નિર્ણયોને વધાવતા પગંતો આકશમાં ઉડશે.