તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નબીપુરમાં આવેલી બેંકમાં BSNLના વાયર તૂટ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નબીપુરમાં છેલ્લા પાંચ દિવસથી બીએસએનએલ કંપનીના વાયર તૂટતાં બેંક ઓફ બરોડાની નેટ કનેક્ટિવિટી ખોરવાતા નાણાંકીય લેવડ-દેવડ માટે આવતાં ગ્રાહકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.જેથી વહેલી તકે બીએસએનએલ કંપનીવાળા તૂટેલા વાયરનું રીપેરીંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

ભરૂચ તાલુકાના નબીપુર ગામમાં બેંક ઓફ બરોડા બ્રાન્ચ આવેલી છે. જેમાં ગામના ઘણાં લોકના બચત ખાતાઓ આવેલા છે. પરંતુ છેલ્લાં પાંચ દિવસથી બેંકમાં રોકડ રકમની લેવડ-દેવડમાં માટે નેટ કનેક્ટિવિટી નહિ મળતા નાણાંકીય લેવડ-દેવડ માટે આવેલા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે મળતી માહિતી મુજબ પાંચ દિવસ પહેલા નબીપુર ખાતેની બેંક ઓફ બરોડાના

...અનુસંધાન પાના નં.2

બી.એસ.એન એલ કંપનીના વાયરો નજીકના કોઈ ભાગમાં ચાલતાં ખોદકામ દરમિયાન તેનો વાયરો તૂટી જતાં બેંકની નેટ સિસ્ટમ ખોરવાઈને એકા એક બંધ થઈ ગઈ હતી.જેના કારણે બેંકમાં લેવડ-દેવડ માટે આવતા ગ્રાહકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. બનાવ મામલે સ્થાનિક આગેવાનોએ બીએસએનએલ વિભાગમાં કમ્પ્લેન નોંધાવી જાણ કરી છે.જેથી બીએસએનએલ વિભાગ દ્વારા વહેલી તકે તૂટેલા વાયર જોડવાની કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો