તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ અાયુષ્યમાન કાર્ડ કૌભાંડ : ભરૂચના THOની IDનો અેપ્રુવલ માટે ઉપયોગ કરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ ખાતે બે મહિના પહેલાં ડુપ્લિકેટ અાયુષ્યમાન કાર્ડ બનાવી અાપવાના કારસાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ભરૂચના ત્રણ શખ્સોઅે ભરૂચ તાલુકા હેલ્થ અોફિસરના અાઇડી થકી 30 રૂપિયાના અાયુષ્યમાન કાર્ડના 700 રૂપિયા ઉઘરાવવાની ઘટના સમે અાવી હતી. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ અા પ્રકારે બોગસ કાર્ડ બનાવવામાં અાવ્યાં છે કે કેમ તેની તપાસ જરૂરી બની છે.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, રાજકોટ સદર બજાર વિસ્તારમાં અાવેલી રમેશ છાયા તથા લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં 24મી નવેમ્બરના રોજ ચાલી રહેલાં અાયુષ્યમાન કાર્ડ કાઢવાની યોજના વેળાં કેટલાંક શખ્સો 30 રૂપિયાનું અાયુષ્યમાન કાર્ડ કાઢી અાપવાના બદલે 700 રૂપિયા ઉઘરાવી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠતાં અાયુષ્યમાન ભારત યોજનાના નોડલ અોફિસર ડો. પપ્પુકુમાર સિંહ રામેશ્વર પ્રસાદ સિંહે તપાસ કરતાં ભરૂચના ત્રણ શખ્સો સહિત 5 જણાઅે કારસો રચ્યો હોવાનું બહાર અાવ્યું હતું. જેમાં કોમ્પ્યુટર અોપરેટર તરીકે કામ કરતાં શૈલેશ નવીન ધીયા (રહે. સૂરત), સાહિમખાન સરીફખાન પઠાણ (રહે. જંબુસર), વસીમ જીવાસા દિવાન (રહે. ઇખર), ભાવિન વાઘેલા (રહે. ભરૂચ) તેમજ ધિરેન્દ્ર દામોદરદાસ ગોરસિયાની ધરપકડ કરી હતી. જેમાં ભરૂચના ત્રણેય શખ્સોઅે ભરૂચ ...અનુસંધાન પાના નં.2અર્બન હેલ્થ સેન્ટરને ફાળવેલાં સરકારી અાઇડીનો ઉપયોગ કરી અન્રોલમેન્ટ કરતાં હતાં અને ભરૂચના ટીઅેચઅો કેશનકુમારનું યુઝર અાઇડીથી અેપ્રુવલ કરતાં હોવાનું બહાર અાવ્યું હતું. જે મામલામાં હાલમાં તપાસ ચાલી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ અાયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગોબાચારી થઇ હોવાની શક્યતાઅો નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો