તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં પવનની ગતિમાં 10 કિમીનો ઘટાડો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચમાં પવનની ગતિમાં 10 કીમીનો ઘટાડો થતાં વાતાવરણ સ્વચ્છ બની ગયું છે. સોમવારે રાત્રે 10 વાગ્યાથી 15 કીમીની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ધુળનું વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાથી અંકલેશ્વર વિસ્તારમાં કેરીના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો થવાની સંભાવના વ્યકત કરાઇ રહી છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડીસ્ટબન્સના કારણે વાતાવરણમાં ભળી ગયેલી ધુળ ગુજરાત તરફ આવી હતી.

રાજસ્થાનમાં વેસ્ટર્ન ડીસ્ટબન્સના કારણે સોમવારે રાતથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. 15 કીમીથી વધારેની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ધુળની ડમરીઓ ઉડી હતી. 2016 બાદ ભરૂચમાં ફરી એક વાર ધુળનું વાવાઝોડું આવ્યું હતું. મંગળવારે આખો દિવસ પવનના કારણે ધુળિયું વાતાવરણ રહયું હતું જેના કારણે જન જીવન પ્રભાવિત થયું હતું. બુધવારે સવારથી પવનની ગતિમાં 10 કીમીનો ઘટાડો નોંધાયો હતો. 5 કીમીની ઝડપે પવન ફૂંકાયા હોવાથી વાતાવરણ સ્વચ્છ બની ગયું હતું. બીજી તરફ વાતાવરણમાં...અનુસંધાન પાના નં.2

તાપમાનમાં બે ડીગ્રીનો વધારો થશે
રાજસ્થાનમાં વેસ્ટર્ન ડીસ્ટબન્સના કારણે ભરૂચમાં ધુળીયું વાતાવરણ બની ગયું હતું. બુધવારે પવનની ગતિ 5 કીમી કલાકની રહી હતી જેના કારણે વાતાવરણ સ્વચ્છ બની ગયું છે. અત્યારે તાપમાન 39 ડીગ્રી છે જે હવે વધીને 41 ડીગ્રીને પાર કરી જવાની સંભાવના છે. ડૉ. બાલાજી મોટે, હવામાન શાસ્ત્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...