ભરૂચમાં તળાવોને ઊંડા કરી ઓવારાની સાફ-સફાઇ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સરકાર દ્વારા ચેકડેમ તળાવ ઉંડા ઉતારવાનુ કાર્ય કરાશે. ભરૂચ જિલ્લામાં.તાલુકાવાર તળાવો ઉંડા કરવા / તળાવોના ઓવારા સાફ - સફાઈ કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ આગામી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. જેના સંદર્ભે સબંધિત વિભાગોના માસ્ટરપ્લાન બનાવવા તથા સ્વૈચ્છિક સંસ્થાઓ નકકી કરવી વિગેરે નિયત કરેલા સમય મર્યાદામાં કામગીરી શરૂ થાય તે માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતા બેઠક મળી હતી.િજલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં તેમેણે જણાવ્યું હતું કે, જિલ્લાના દરેક તાલુકાના તળાવો ઉંડા કરવા અને તળાવોના ઓવારા સાફ-સફાઈ કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે આયોજન હાથધરી કરવામાં આવે. જે તળાવો ખાલી છે તેને પ્રથમ સફાઈ કરવામાં આવે. તેમણે ઉપસ્થિત અધિકારીગણને ઉક્ત કામગીરી સ્વૈચ્છિક સંસ્થાઓ નક્કી કરી તેઓને સોંપવા પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...