ભરૂચમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાશે

Bharuch News - bharuch will be celebrated as naamai devi narmade festival 060533

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:05 AM IST
પ્રથમ વખત નર્મદા ડેમની પૂર્ણ સપાટી 138.67 મીટર (455 ફુટ) સુધી જળરાશિ ભરાઈ છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા 17મી સપ્ટેમ્બરે વહીવટી તંત્ર દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્‍સવની જિલ્‍લા કક્ષાની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે.ત્યારે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા પણ નમામિ દેવી નર્મદે મહોત્‍સવની ઉજવણી જિલ્લા કક્ષાએ,નગરપાલિકા કક્ષા અને જિલ્લા પંચાયત સીટ દીઠ ઉજવણી કરાશે.

ગુજરાત રાજયની જીવા દોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમનું બાંધકામ પૂર્ણ થયું છે. આ બાંધકામ પૂર્ણ થયા બાદ ડેમના દરવાજાઓ બંધ કરવામાં આવ્યા છે અને પ્રથમ વખત નર્મદા ડેમની પૂર્ણ સપાટી એટલે કે ૧૩૮.૬૭ મીટર (૪પપ ફુટ) સુધી જળરાશિ ભરાઈ છે. ડેમ પ્રથમ વખત તેની પૂર્ણ સપાટી હાંસલ કરેલ છે. રાજયની પ્રજાનું વર્ષો જુનુ સ્‍વપ્‍ન પરિપૂર્ણ થતાં આ ઐતિહાસિક ક્ષણની ઉત્‍સાહભેર દરેક નાગરિકો દ્વારા ઉજવણી કરવાનું સરકારે નકકી કર્યું છે. આ ઉજવણી અંતર્ગત તા.17 મી સપ્ટેમ્બરના રોજ

...અનુસંધાન પાના નં.2

સવારના 10 કલાકે જિલ્લા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તથા જીલ્‍લા પંચાયત સીટ દીઠ નમામિ દેવી નર્મદે મહોત્‍સવની ઉજવણી હાથ ધરાનાર છે. જેમાં ભરૂચની જિલ્લા કક્ષાની ઉજવણી માતરીયા તળાવ, લીંકરોડ ખાતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં શહેરના લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહે એવી અપીલ જિલ્લા કલકટરે કરી છે.

X
Bharuch News - bharuch will be celebrated as naamai devi narmade festival 060533

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી