તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચની વિદ્યાર્થિની ચિલ્ડ્રન ઇનોવેશનમાં ટોપ-30માં પહોંચી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિયુસેક દ્વારા યુનિસેફની ભાગીદારીમાં બાળકોની નવીનતાઓને એક પેલ્ટફોર્મ આપવાની તેમજ યુવા ઉદ્યોગ અને ઈનોવેટર્સને સહયોગ પૂરો પાડવા તેમના પસંદગીના ક્ષેત્રમાં નવીનતા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા ચિલ્ડ્ર્ન ઇનોવેશન ફેસ્ટીવલ 2019નું આયોજન કરાયું હતું. જેમાં ભરૂચની એમિટી શાળાની વિદ્યાર્થીનીએ રાજ્યના ટોપ-30 માં સ્થાન મળવ્યું છે.

જિયુસેક દ્વારા યુનિસેફની ભાગીદારીમાં ચિલ્ડ્ર્ન ઇનોવેશન ફેસ્ટીવલ 2019નું આયોજન કરાયું હતું.સદર કાર્યક્રમમાં ગુજરાત બાળ સંશોધકોને શોધવાની અને તેમને માર્ગદર્શન આપવાની તેમજ સ્ટાર્ટ અપ આઈડિયાને વિકસાવવા તક મળે છે. જે અંતર્ગત સ્ટાર્ટઅપને લગતા ઇનોવેટિવ આઈડિયા ઓનલાઈન મંગાવામા આવ્યા હતાં. જેમાં દેશના 6 રાજ્યો અને ગુજરાતના 27 જિલ્લાઓની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓના 524 આઈડિયા આવ્યા હતા. જેનો બુટકેમ્પ અમદાવાદમાં યોજાયો હતો. જેમાં 30 આઈડિયાને મેન્ટર દ્વારા શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં ભરૂચની એમિટી સ્કૂલ ( અંગ્રેજી માધ્યમ)ની ધોરણ-6 વિદ્યાર્થીની કાવ્યા.જે.પટેલનો વર્ટિકલ ટાવર નામનો આઈડિયા પસંદગી પામ્યો હતો.

જેનો ઈનામ વિતરણ કાર્યક્રમ ગાંધીનગરના નર્મદા હોલ,સ્વર્ણિમ સંકુલ -1 સચિવાલય ખાતે 6 જાન્યુઆરીએ યોજાયેલા હતો.જેમાં એમિટી શાળાની વિદ્યાર્થીનીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ટ્રોફી અને સટીફીકેટ એનાયત કરાયું હતું. શાળા પરિવાર દ્વારા તેને શુભેચ્છાઓ પાઠવી હતી.

ગાંધીનગર ખાતે યોજાયેલા ચિલ્ડ્ર્ન ઇનોવેશન ફેસ્ટિવલ 2019માં ભરૂચની એમિટી શાળાની વિદ્યાર્થિનીએ ટોપ-30માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો