તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના ઉદ્યોગો વાર્ષિક 6,000 કરોડનું નુકસાન સહન કરી પાકને મરણતોલ ફટકો મારવા તત્પર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પુલવામામાં સીઆરપીએફની ટુકડી પર આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાન સામે જનઆક્રોશ જોવા મળી રહયો છે ત્યારે ભરૂચ જિલ્લાની ડાયઝ એન્ડ પીગમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ વાર્ષિક 6,000 કરોડનું નુકશાન સહન કરીને પણ પાકિસ્તાનની આર્થિક કમર તોડી નાંખવા તત્પર બની છે. જિલ્લામાંથી રોજના 17 કરોડ રૂપિયાની કિમંતની ડાયઝ અને પીગમેન્ટની આંતરરાષ્ટ્રીય વિક્રેતાઓ મારફતે નિકાસ કરાઇ છે. પાકિસ્તાનને ડાયઝ અને પીગમેન્ટનું વેચાણ બંધ કરવામાં આવે તો ત્યાંનો કલર તથા અન્ય કેમિકલ ઉદ્યોગોને તાળા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે.

ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાંથી કેમિકલ, ડાયઝ તથા પીગમેન્ટની વિશ્વભરના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. અંકલેશ્વર, પાનોલી, ઝઘડીયા, દહેજ સહિતની જીઆઇડીસીમાં ડાયઝ અને પીગમેન્ટ બનાવતી 500થી વધારે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. તેમાંથી નિકાસ કરવામાં આવતું મટીરીયલ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય વિક્રેતાઓ મારફતે ખરીદતું હોય છે. ભરૂચ જિલ્લામાંથી અપ્રત્યક્ષ રીતે પાકિસ્તાન રોજનું 17 કરોડ રૂપિયાના ડાયઝ અને પીગમેન્ટની ખરીદી કરે છે. પુલવામામાં આતંકવાદી હુમલા બાદ વેપારીઓ પાકિસ્તાનની કમર તોડી પાડવા સજજ બન્યાં છે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગકારો પણ વર્ષે 6,000 કરોડનું આર્થિક નુકશાન સહન કરીને પાકિસ્તાનને મરણતોલ ફટકો પાડવા માટે તત્પર બન્યાં છે. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, હાલ તો પાકિસ્તાનમાં ડાયઝ એન્ડ પીગમેન્ટ મોકલી રહયાં છે પણ જરૂર પડશે તો અમે પાકિસ્તાન સાથેનો કારોબાર બંધ કરી દઇશું. જો ભરૂચમાંથી ડાયઝ અને પીગમેન્ટ આપવાનું બંધ કરવામાં આવે તો પાકિસ્તાનમાં આવેલી કલર તથા અન્ય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને તાળા મારી દેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે.

નિકાસ બંધ કરવામાં આવે તો પાકિસ્તાનના કેમિકલ ઉદ્યોગોને તાળા વાગી જશે
17કરોડનો રોજનો ડાઈનો કારોબાર

અંકલેશ્વર જીઅાઇડીસીની ફાઇલ તસવીર.

પાકને પાઠ ભણાવવા ઉદ્યોગકારો તૈયાર
ભરૂચ જિલ્લામાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં જતાં ડાયઝ એન્ડ પીગમેન્ટની પાકિસ્તાન વિક્રેતાઓ મારફતે ખરીદી કરે છે. જિલ્લામાં ઉત્પાદિત ડાયઝ અને પીગમેન્ટનો પાકિસ્તાન સાથે વાર્ષિક 6,000 કરોડ રૂા. ઉપરાંતનો કારોબાર છે. ભારત સરકાર પાકિસ્તાન પર આર્થિક પ્રતિબંધ લાદશે તો અમે પાકિસ્તાન સાથેનો કારોબાર સદંતર બંધ કરી દેવા માટે તૈયાર છીએ. બી.એસ.પટેલ, પ્રમુખ, પીઆઇએ

500થી વધારે ભરૂચ જિલ્લામાં આવેલી ડાઈ ઇન્ડસ્ટ્રીઝ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો