ભરૂચનો હિતેશ અમદાવાદના ફેશન શોમાં કિંગ ઓફ ગુજરાત બન્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં યોજાયેલા ફેશન શો માં ભરૂચના 12 વર્ષીય બાળકે કીંગ ઓફ ગુજરાતનું બિરુદ મેળવ્યું છે. ફેશન શોમાં રાજ્યભરમાંથી આવેલા 50 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી ભરૂચના દીપ ઠક્કરે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ભરૂચમાં ઝાડેશ્વર વિસ્તારમાં જલારામ રો-હાઉસમાં હિતેશકુમાર ઠક્કર રહે છે. તેમનો 12 પુત્ર દીપ ઠક્કર ધોરણ 7 માં અભ્યાસ કરે છે. તેણે 11 મે શનિવારના રોજ

...અનુસંધાન પાના નં.2

અમદાવાદમાં કિરણ પાંજબીવાલા દ્વારા કાંકરિયા ખાતે આયોજિત ફેશન શોમાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભરૂચ જૂનાગઢ સહિત અનેક શહેરોમાંથી 50 જેટલા સ્પર્ધકોએ અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં ભરૂચના દીપ ઠક્કરે કિંગ ઓફ ગુજરાતનું પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપને કિંગ ઓફ ગુજરાતનું ખેસ પહેરાવીને ટ્રોફી એનાયત કરી હતી. દીપે અત્યાર સુધી ભરૂચ શહેર અને અન્ય જિલ્લાઓમાં યોજાયેલી ડાન્સ અને ફેશન શો ની સ્પર્ધાઓમાં ભાગ લઈને વિજેતા રહ્યો છે.

ભરૂચના દીપ ઠક્કરે અમદાવાદમાં ફેશન શો માં કિંગ ઓફ ગુજરાતનું બિરુદ પ્રાપ્ત કર્યું.

અન્ય સમાચારો પણ છે...