Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આમોદમાં ખારીસિંગ લેવા આવેલા સગીર પર હુમલો
આમોદના નવીનગરીમાં ખારીસીંગ લેવા ગયેલા સગીર પર ખારીસીંગ લેવા આવવા નજીવી બાબતે તકરાર થઈ હતી. તકરારમાં ઉશ્કેરાઈ ગયેલા સામેવાળાએ તેની પાસે રાખેલા ચપ્પુ વડે હુમલો કરીને કપાળના ભાગે મારી દીધું હતું. હુમલામાં ઘવાયેલા ઈસમને તાત્કાલીક સારવાર માટે 108 એમ્બુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયો હતો.જયારે બનાવ મામલે આમોદ પોલીસે ગુનો નોંધીને હુમલો કરનાર સામે તપાસ ચલાવી રહ્યા છે.
આમોદ ખાતે આવેલા અડવાલા નવીનગરીમાં ગણેશ ગુણવંત રાઠોડ નામનો 15 વર્ષીય સગીર પોતાના પરિવાર સાથે રહે છે. શનિવારના રોજ સાંજના અરસામાં દુકાને ખારીસીંગ લેવા ગયો હતો. સામેવાળા ગણેશ મનુભાઈ રાઠોડે ખારીસીંગ વહેલા લેવા આવવું તેમ કહેતાં તકરાર થઈ હતી. બંને વચ્ચે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ઉશ્કેરાઈ ગયેલા સામેવાળા ઈસમે તેની પાસે રહેલા ચપ્પુ વડે હુમલો કરતા લોહીલુહાણ થઈ ગયો હતો. ઈજાગ્રસ્તને પ્રથમ તેના પરિવારજનો સારવાર અર્થે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા.