યુવાનનો લગ્નેત્તર સંબંધ બાંધવા મહિલા પર હુમલો

Bharuch News - attack on a woman for intercourse with a young man 060537

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:05 AM IST
ઝઘડિયા તાલુકામાં આવેલાં ફુલવાડી ગામે રહેતી એક મહિલાને વખતપુરા ગામના યુવાને રસ્તામાં આંતરી લગ્નેત્તર સંબંધ બાંધવા મુદ્દે તકરાર કરી હતી. મામલો ગરમાતાં યુવાને મહિલા તેમજ તેના પુત્રને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકામાં આવેલાં ફુલવાડી ગામે રહેતી નંદુ રમણ વસાવા તેના પુત્ર જિજ્ઞેશ સાથે બાઇક પર તેના પિયરે જઇ રહી હતી. તે વેળાં ઝઘડિયા જીઆઇડીસીમાં રેમી મેટલ કંપની પાસેના ગેટ નજીક વખતપુરા ગામના રાજેશ કાંતી ભગતે તેમની બાઇક અટકાવી મારી સાથે પ્રેમ સંબંધ ...અનુસંધાન પાના નં.2

બાંધવાની કેમ ના પાડે છે. કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. મામલો ગરમાતાં રાજેશે તેેને તેમજ તેના પુત્ર જિજ્ઞેશને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Bharuch News - attack on a woman for intercourse with a young man 060537

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી