તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરેડિયામાં મધમાખીના ઝૂંડનો 25 લોકો પર હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરેડીઆ લાલા લજપતાય બાળ ક્રીડાંગણમાં ગુરૂવારે સાંજે બાળકો રમત અર્થે આવ્યા હતા. જ્યારે યુવાનો ક્રિકેટની રમતમાં વ્યસ્ત હતા. એક ખેલાડીનો બોલ ગ્રાઉન્ડથી થોડે દૂરની એક આમલી પર પાડી દેતાં ત્યાં રહેલા મધપૂડામાં અથડાયો હતો. જેથી મધમાખીઓ ઉડતાં પલવારમાં 20 થી 25 લોકોને ડંખી જતાં દોડધામ મચી હતી. કેટલાકને તાત્કાલિક ખાનગી વાહનમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. થોડી વાર માટે સૂમસામ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. લોકો ડરના માર્યા જમીનપર સુઈ ગયા હતા. થોડીવાર માટે વરેડીઆથી ટંકારીઆ જતા રોડ પાર દ્વિચક્રી વાહનો, રીક્ષા વિગેરે રોકી લેવામાં આવી હતી. જોકે અંધારું થતાં માખીઓ તેમના મધપૂડામાં પહોંચી જતાં લોકોએ હાશકારો લીધો હતો.

લોકો ડરના માર્યા જમીન પર સૂઇ ગયાં

ક્રિકેટ રમતા સમયે બોલ મધપૂડામાં અથડાયો

અન્ય સમાચારો પણ છે...