વાલિયા આઇટીઆઇના આચાર્ય પર મહિલા કર્મીના પરિવારનો હુમલો

Bharuch News - attack of woman worker39s family on principal of valia iti 060638

DivyaBhaskar News Network

Sep 15, 2019, 06:06 AM IST
વાલિયા તાલુકામાં આવેલાં આઇટીઆઇમાં ફરજ બજાવતી મહિલાના પરિવારજનોએ સંસ્થાના આચાર્ય સામે મહિલાની છેડતી કરી હોવાની આક્ષેપ કરી તેમને માર માર્યો હતો. આચાર્યને માર મારી તેમની પાસેથી ખોટી રીતે માફીપત્ર લખાવ્યું હોવાની રાવ સાથે આચાર્યએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વાલિયા ખાતે આવેલી ITIમાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં અને મુળ વ્યારાના ધોળીયાવાડ વિસ્તારમાં રહેતાં બકુલ છગનલાલ ખંડવી તેમની ઓફિસમાં હતાં. તે વેળાં આઇટીઆઇમાં ફરજ બજાવતી એક મહિલાએ તેમની ઓફિસમાં હાજરી પત્રકમાં હાજરી પુર્યાં બાદ હાફસીએલ માટે રજા લેવાની વાત કરી હતી. જે બાદ તે થોડીવાર વાતચીત કર્યાં બાદ તે ઓફિસમાંથી નિકળી ગયાં બાદ મહિલા કર્મીનો પતિ અમિત તેમજ તેન પિતા જયેશભાઇએ ત્યાં આવી આચાર્ય પર હૂમલો કરી તું મારી છોકરીને હેરાન કરે છે તેમ કહીં તેમને માર માર્યો હતો. દરમિયાનમાં આઇટીઆઇના અન્ય કર્મચારીઓ છોડાવવા ત્યાં આવવા જતાં તેઓને પણ દરવાજામાં રોકી અંદર પ્રવેશવા નહીં દઇ મહિલાના ભાઇએ તેમને માર મારી જાતિવિષયક અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. તેમજ તેમને માર મારી તેમની પાસેથી જબરજસ્તીથી માફીપત્ર લખાવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ત્યાંથી જતાં રહ્યાં હતાં. બનાવને પગલે આચાર્યએ સૂરત તેમજ ગાંધીનગરની તેમની વડી કચેરીએ લેખિતમાં જાણ કરી બનાવ સંદર્ભમાં વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મહિલા કર્મીએ અગાઉ પણ આચાર્ય વિરૂદ્ધ વાલિયા પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.જેની કાર્યવાહી હજી ચાલી રહી છે. ત્યાં મામલામાં વધુ એક વળાંક આવ્યો છે.

X
Bharuch News - attack of woman worker39s family on principal of valia iti 060638
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી