સરદાર સરોવર ડેમ મહત્તમ સપાટીએ પહોંચતાં કાંઠા વિસ્તારની સ્થિતિ વિકટ બનશે

Bharuch News - as the sardar sarovar dam reaches its maximum level the condition of the embankment area will be critical 060547

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:05 AM IST
ભરૂચ શહેરમાં પુરના પાણી હજી માંડ ઉતર્યાં હતાં. ત્યાં આજે પુન: નર્મદા નદીની સપાટીમાં વધારો થવા સાથે નિચાણવાળા વિસ્તારોમાં પુન: પુરના પાણી ભરાવાના શરૂ થઇ ગયાં છે. બીજી તરફ નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચી જતાં હવે ડેમમાંથી છોડાઇ રહેલાં પાણીની માત્રામાં વધારો કરવામાં આવે તેવી શક્યતાઓ વચ્ચે ભરૂચ પર પુન: પુરનું સંકટ ઉભું થયું છે.

ભરૂચ શહેર જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલાં વિસ્તારોમાં પુરના પાણીમાં છેલ્લાં ત્રણ દિવસમાં સામાન્ય ઘટાડો થયો હતો. જોકે પુરની સ્થિતીમાંથી વિસ્તારો બહાર આવ્યાં નથી. ત્યાં આજે પુન: નર્મદા નદીની સપાટીમાં વધારો જણાયો હતો. રવિવારે સવારે ગોલ્ડનબ્રીજ ખાતે નર્મદા નદીની સપાટી પહેલાં 30 અને બાદમાં 30.50 ફૂટ પર પહોંચી હતી. જોકે તેમાં ક્રમશ: વધારો થવાને લીધે રાત્રી સુધીમાં સપાટી વધીને 30.75ને પાર કરી ગઇ હતી.

શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં હજી કાલે જ પુરના પાણી ઓસરતાં પાલિકા તંત્રએ વિસ્તારમાં સફાઇ કામગીરી હાથ ધરી હતી. ત્યાં આજે પુન: નર્મદાના સ્તર વધતાં દાંડિયાબજારમાં પાણી ભરવાની શરૂઆત થઇ ગઇ હતી. બીજી તરફ શહેરના ફુરજા, ચારરસ્તા, ગાંધીબજાર સહિતના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી દોઢ ફૂટથી ત્રણ ફૂટ જેટલાં પાણી ભરાયેલાં છે. જેમાં પુન: ભરાવો થઇ રહ્યો છે.

નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી ભરાઇ ગયો છે. ત્યારે હવે નર્મદા નિગમ પાસે ડેમમાંથી પાણી છોડવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહ્યો નથી. જેના કારણે ઉપરવાસમાંથી પાણીની આવક થવાને કારણે જેટલું પાણી ઉપરવાસમાંથી આવશે તેટલું જ નર્મદા નદીમાં છોડવું પડશે. જેના કારણે હવે ભરૂચ પર પુરની વિકટ સ્થિતીનું સંકટ સર્જાયું છે.

ભરૂચમાં પુન: પૂરના પાણીના પગરવ નર્મદા નદીની સપાટી 30.75 ફૂટ પહોંચી

X
Bharuch News - as the sardar sarovar dam reaches its maximum level the condition of the embankment area will be critical 060547
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી