તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક નિયમોનું પાલન કરવા ફૂલ આપી અપીલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત સહિત સમગ્ર દેશમાં માર્ગ સલામતી અંગે વધુ જાગૃતતા આવે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 11 થી 17 જાન્યુઆરી 2020 દરમિયાન ‘31 માં માર્ગ સલામતી સપ્તાહ’ યોજવાનું કેન્દ્રના માર્ગ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શહેરના સ્ટેશન સર્કલ ખાતે 31 મું માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો શુભારંભ પાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાના હસ્તે કરવામાં આવ્યો હતો. અઠવાડિયામાં યોજાનાર કાર્યક્રમમાં ટ્રાફિકના નિયમો તોડનારને ગુલાબ આપી સમજાવવા, વાહન ચાલકો માટે મેડિકલ કેમ્પ, મોટા વાહનો પર રેડિયમ લગાવવી, શાળાના બાળકો માટે ચિત્ર સ્પર્ધા, જીએસઆરટી અને રીક્ષા ચાલકોને સેફટી અંગેની તાલીમ આપવી સહિતના જન જાગૃતિના કાર્યક્રમો યોજાશે. માર્ગ સલામતીના ઉદઘાટન પ્રસંગે નાયબ નિવાસી કલેકટર જે.ડી.પટેલ, એ.આર.ટી.ઓ.ના અધિકારી કે.ટી.પોકીયા, જિલ્લા ટ્રાફીક પીએસઆઈ હમીરાજસિંહ રણા સહિત અલગ પોલીસ વિભાગના પીએસઆઈ, આરટીઓ ઈન્સ્પેકટરો અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.સદર કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું કે, વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં ન હોવાથી અકસ્માતના બનાવો બનતા હોય છે. અકસ્માતોનું પ્રમાણ ઓછું કરવા માટે વાહનચાલકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. તેમણે ટ્રાફીકના નિયમોનું પાલન કરવા જનતાને અનુરોધ ર્ક્યો હતો. પ્રથમ દિવસે રેલ્‍વે સ્‍ટેશનથી નિકળેલી બાઇક રેલીને મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાયું હતું. બાઇક રેલીના માધ્યમથી લોકોને ટ્રાફીક નિયમન અંગે જાગૃત કરાયા હતા.

ભરૂચ શહેરમાં ૩1મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો