તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેત્રંગના ભંગોરી ગામેથી યુવાનો અંક્લેશ્વર મજૂરી અર્થે જવા નિકળ્યાં હતાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેત્રંગથી રોજગારી અર્થે અંક્લેશ્વર જવા માટે એક ઇકો કારમાં બેસેલાં યુવાનોને નલધરી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. ઇકો કારના ચાલકે આગળ ચાલતી ટ્રકને ઓવરટેક કરવા જતાં સામેથી આવતાં ટ્રેક્ટરમાં કાર અથાડી દેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના મોત નીપજ્યાં હતાં. જ્યારે 7 વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમે સ્થળ પર દોડી આવી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરી હતી. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, નેત્રંગ ખાતે

...અનુસંધાન પાના નં.2

ભાંગોરી ગામે બલદવા ફળિયામાં રહેતો રવિન મુકેશ વસાવા તેમજ તેના ગામમાં રહેતાં રહેતાં અન્ય યુવાનો અંક્લેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કંપનીઓમાં તેમજ છુટક મજુરી કરીને ગુજરાન ચલાવે છે. જેના પગલે તેઓ આજે રવિવારે વહેલી સવારે અંક્લેશ્વર જવા નિકળતાં નેત્રંગ ખાતે વાહનની રાહ જોઇને ઉભા હતાં. દરમિયાન ટીમરોલીયા ગામનો સુનિલ વિનેશ વસાવા તેના મિત્ર અશોક સાથે અંક્લેશ્વર તરફ જતો હોઇ તેમની ઇકો કારમાં તેઓ અંક્લેશ્વર આવવા નિકળ્યાં હતાં. અરસામાં વાલિયાના નલધરી ગામ પાસેથી પસાર થતાં સમયે ઇકો કારના ચાલકે આગળ ચાલતી ટ્રકને ઓવરટેક કરવા જતાં સામેથી આવતાં ટ્રેક્ટરમાં ધડાકાભેર તેમની કાર અથડાઇ ગઇ હતી. અકસ્માતમાં કારમાં બેસેલાં તમામને ઇજાઓ થઇ હતી. જે પૈકી નિલેશ રવિચંદ વસાવા તથા નિલેશ ઉર્ફે ઇલીયો નરસી વસાવાને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના અારોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રકને ઓવરટેક કરવા જતીવેળા ટ્રેક્ટર સાથે ભટકાતાં ઇકોમાં સવાર બેના મોત
વાલિયા અંકલેશ્વર રોડ પર નલધરી ગામ પાસે ટ્રકને ઓવરટ્રેક કરવા જતી ઇકો કાર સામેથી આવતાં ટેક્ટર સાથે ભટકાતા બે યુવાનોના મોત નીપજ્યા હતાં.

ઇજાગ્રસ્તોની યાદી
રવિન મુકેશ વસાવા

સુનિલ વિનેશ વસાવા

દિનેશ ભરત વસાવા

વિષ્ણુ દલપત વસાવા

જિજ્ઞેશ રમણ વસાવા

પ્રકાશ ઉર્ફે લાલો વેચાણ વસાવા

અશોક નાનુ વસાવા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો