તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અેક્ટિવા ચાલકે ટક્કર મારતાં બાઇક સવાર વૃદ્ધને ગંભીર ઇજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચના ફાટાતળાવથી પાંચબત્તી તરફ આવી આવી રહેલી એક બાઇકને બીએસએનએલ ઓફિસ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં બે એક્ટિવા સવાર યુવાનોએ પુરઝડપે ધસી આવતાં તે પૈકીની એક એક્ટિવા ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક સવાર વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જયાં પ્રાથમિક સારવાર બાદ પણ તેમની હાલત ગંભીર હોવાનું જણાયું હતું. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના મક્તપુર રોડ પર આવેલાં વૈકુંઠ બંગ્લોઝ ખાતે રહેતાં ભવરલાલ હીરાજી સોની તેમજ તેમના

...અનુસંધાન પાના નં.2

અન્ય મિત્રો ફાટાતળાવ મારવાડી મહોલ્લામાં આવેલાં લક્ષ્મીનારાયણ સરીયાદેજી મંદિરે ગયાં હતાં. જ્યાં ભજન કિર્તનના કાર્યક્રમ પુર્ણ થયાં બાદ રાત્રીના 1 વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘરે જવા માટે રવાના થતાં ભવરલાલ તેમની બાઇક લઇને પાંચબત્તી તરફ આવી રહ્યાં હતાં. તે વેળાં બીએસએનએલ ઓફિસ પાસે બે એક્ટિવા પર સવાર યુવાનોએ પુરઝડપે એક્ટિવા હંકારી લાવતાં તે પૈકીના એક એક્ટિવા ચાલકે તેમની બાઇકને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમની હાલત ગંભીર જણાતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે ભવરલાલના મિત્ર નવલભાઇ પરમારે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો