વાગરા ગ્રામ પંચાયત કચેરીમાં શખ્સનો ગ્રામ સેવક પર હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરા ખાતે આવેલી ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતાં ગ્રામ સેવક સાથે એક શખ્સે પાક નુકશાનના ફોર્મ બાબતે તેેમજ ફોન ઉપાડવા મુદ્દે તકરાર કરી હતી. મામલો ગરમાતાં શખ્સે ગ્રામ સેવકને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો. બનાવ સંદર્ભે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાગરાના તાલુકા પંચાયત સરકારી ક્વાર્ટસ ખાતે રહેતો ધર્મા ફૂલા બંગડિયા તાલુકા પંચાયત ખેેતિવાડી વિભાગમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતાં હતાં. દરમિયાન તેઓ તેમની ઓફિસે કામ કરી રહ્યાં હતાં. તે વેળાં ઓરા ગામના યુવરાજસિંહ રણજીતસિંહ રણા ખેતીના પાકને થયેલાં નુકશાન બાબતનું ફોર્મમાં બાકી રહેલાં ડોક્યુમેન્ટ આપવા માટે ત્યાં આવ્યો હતો. યુવરાજસિંહે ત્યાં આવીને તુ મારો ફોન કેમ નથી ઉપાડતો તેમ કહેતાં ધર્માભાઇએ જણાવ્યું હતું કે, પાક નુકશાની બાબતના ખેેડૂતોના ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી હોઇ ફોનો ઉપાડી શક્યો ન હોવાનું જણાવતાં ઉશ્કેરાયેલાં યુવરાજસિંહે તેમને જાતિવિષયક અપશબ્દો ઉચ્ચારી ઢીકાપાટુંનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે તેમણે વાગરા પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...