તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં અપર એર સાયકલોનમાં લો પ્રેસર થતાં અમીછાંટણા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચમાં અપર એર સરકયુલેશનમાં લો પ્રેસર થતાં અમીછાંટણા વરસ્યાં હતાં. મંગળવારે રાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો અાવ્યાં બાદ કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી.

હિમાચલ પ્રદેશમાં થઇ રહેલી હિમવર્ષાના કારણે ભરૂચમાં બે દિવસથી વાતાવરણમાં વાદળોની હાજરી જોવા મળી હતી. વાદળોના કારણે મહત્તમ તાપમાનનો પારો 32 થી ગગડીને 26 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. મંગળવારે દિવસ દરમિયાન 30 ડીગ્રી તાપમાન રહયું હતું. રાત્રિના 8 વાગ્યાના અરસામાં શીતલહેરોના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જોત જોતામાં આકાશમાંથી અમીછાંટણા થવા લાગ્યાં હતાં. ઠંડાગાર વાતાવરણની વચ્ચે કમોસમી વરસાદની શરૂઆત થઇ હતી. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકશાન થવાની ભીતી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો