તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PMના નવા સ્લોગન પર સાંસદ અહમદ પટેલનો કટાક્ષ : ઇનકે બિના હી મુમકીન હૈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં જાહેરસભાને સંબોધતા મોદી હે તો મુમકીન હે નું સ્લોગન આપ્યું છે ત્યારે રાજયસભાના સાંસદ અહમદ પટેલે કટાક્ષમાં જણાવ્યું હતું કે, ઇન કે બિના હી મુમકીન છે. સાંસદ અહમદ પટેલે રવિવારે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે નવા ગેટ અને અત્યાધુનિક સુવિધા સજજ ઓપરેશન થીએટરનું લોકાર્પણ કર્યું હતું.

પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે સખાવતીઓની મદદથી દર્દીઓની સુવિધા માટે અત્યાધુનિક સુવિધાઓથી સજજ ઓપરેશન થીએટર તથા નવો પ્રવેશદ્વાર હોસ્પિટલના સંચાલક સલીમ ફાંસીવાલાના પ્રયાસોથી ઉભું કરાયું છે. જેનો લોકાર્પણ સમારંભ રવિવારે રાજયસભાના સાંસદ અહમદ પટેલની હાજરીમાં યોજાયો હતો. સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું કે, દેશને પ્રગતિના માર્ગે લઇ જવો હશે તો શિક્ષણ અને આરોગ્ય એ બે ક્ષેત્રો પર ભાર મુકવો પડશે.

સાંપ્રત સમયમાં દર્દીઓનો મોટાભાગનો ખર્ચ દવાઓમાં થઇ જતો હોવાથી તેમને પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બની જાય છે. આવા સંજોગોમાં તેમના માટે વિનામુલ્યે સારી આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવી એકદમ જરૂરી છે. વેલ્ફેર હોસ્પિટલનો આ પ્રયાસ સરાહનીય છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હાલ દેશ અત્યંત ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહયો છે ત્યારે સમાજના દરેક વર્ગના લોકોએ એકતા રાખવી જરૂરી છે અને એકતા હશે તો જ આપણે દુશ્મનોને પાઠ ભણાવી શકીશું. વડાપ્રધાનના મોદી હે તો મુમકીન હેના સ્લોગન પર તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ઇન કે બિના હી મુમકીન હે. લોકોએ હવે પોતાનો રાજકીય દ્રષ્ટીકોણ બદલવો પડશે. કાર્યક્રમના પ્રારંભમાં કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાજલિ આપવામાં આવી હતી.

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે નવા પ્રવેશદ્રાર તથા અદ્યતન ઓપરેશન થીએટરનો લોકાર્પણ સમારંભ સાંસદ અહેમદ પટેલની હાજરીમાં યોજાયો હતો.

આતંકવાદને નાબુદ કરવામાં કોંગ્રેસે અનેક બલિદાનો પણ આપ્યાં છે : અહમદ પટેલ
પુલવામામાં આતંકવાદી હુમલા બાદ સરકાર આતંકવાદીઓ સામે જે પગલાં ભરશે તેમાં કોંગ્રેસ પુરેપુરો સહયોગ આપશે. ઉગ્રવાદ અને આતંકવાદને નાબુદ કરવામાં કોંગ્રેસે અનેક બલિદાનો પણ આપ્યાં છે. આતંકવાદ સામેના જરૂરી દરેક પગલાંમાં અમે સરકારની સાથે છીએ. ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે સરકાર નિર્ણય લેશે અને કોંગ્રેસ તેમાં સહયોગ આપશે.

વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા વ્યકતિ�ઓને સન્માનિત કરાયાં
પટેલ વેલ્ફેર હોસ્પિટલના ઓપરેશન થીએટરના લોકાર્પણ સમારંભમાં સાંસદ અહમદ પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. તેમના હસ્તે નદીમ પટેલ, અનીસ ડેલાવાલા, આસીફ પટેલ, ઇમરાન ભટ્ટી અને મહંમદ સોયેબને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમને સંસ્થા તરફથી પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો