તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતાના મૃત્યુ બાદ ભાઇ અને બહેનના પરિવાર બાખડ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચના નંદેલાવ રોડ પર આવેલાં હરીઓમ સોસાયટીમાં રહેતાં ભાઇ-બહેન વચ્ચે માતાના મૃત્યુ બાદ તેમના સામાન અંગે તકરાર થતાં ધિંગાણું સર્જાયું હતું. બન્નેના પરિવાર વચ્ચે ઝઘડો થતાં બન્ને પરિવારે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના નંદેલાવ રોડ પર અાવેલી હરીઅોમ સોસાયટી ખાતે રહેતાં મંજુબેન ચંદુભાઇ વસાવા તેમના ઘરની બહાર ચોકડીમાં વાસણ ધોતી હતી. તે વેળાં તેમનો નાનો ભાઇ કનુ સુકા વસાવા તેમજ તેની પત્ની લતા ઘરના ઉપરના ભાગે રહેતાં હોઇ તેઓએ નીચે આવી અચાનક અપશબ્દો ઉચ્ચારવાનું શરૂ કર્યું હતું. તેમજ તુ આપણી માતા સવિતાના સામાનનો ભાગ મને આપી દે તેમ કહી તેમની સાથે ઝઘડો કર્યો હતો. જોકે મંજુએ તેમને જણાવ્યું હતું કે માતાની સેવા ચાકરી તેણે કરી છે. તેમ કહેતાં કનુ તેમજ તેની પત્ની લતાએ તેની સાથે ઝઘડો કરી તેને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

બનાવમાં સ્નેહલતા કનુ વસાવાએ ફરિયાદ નોંધાવી હતી કે, તે તેના ઘરે હતી. તે વેળાં તેમના ઘરના ઉપરના ભાગે રહેતી નણંદ મંજૂ પાસે પુત્રીના એડમિશન તેમજ રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટે રેશનકાર્ડની માંગણી કરી હતી. જેના પગલે મંજૂએ ઉશ્કેરાઇ જઇ તેને માર માર્યો હતો. દરમિયાનમાં તેને છોડાવવા તેનો પતિ કનુ વચ્ચે પડતાં તેને પણ સામાન્ય ઇજાઓ થઇ હતી. અરસામાં મંજૂના પુત્ર મનિષે ધસી આવી તેણે પણ તેમને માર માર્યો હતો. બન્ને બનાવો અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો