તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચના કેબલ બ્રિજના નર્મદા નદીના કિનારે એક યુવાન ડૂબ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના ઝાડેશ્વર કેબલ બ્રિજ નીચે નર્મદા નદી કિનારે બે દિવસ પહેલા એક યુવાન ડૂબી ગયો હતો.જે અંગેની જાણ ભરૂચ નગરપાલિકા લાશ્કરો કરવામાં આવી હતી. તેઓ ઘટના સ્થળ પર પહોંચીને યુવાનને શોધવાની કવાયત હાથ ધરી છે. જોકે શનિવાર સાંજ સુધી યુવાન કોઈ પત્તો લાગ્યો નથી.

બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલા માછીવાડ વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવાન ગૌરાંગ રાજેશભાઈ મિસ્ત્રી રહે છે. તે શુક્રવારે સવારે 9 વાગે અગમ્ય કારણોસર પોતાના ઘેરથી નીકળી ઝાડેશ્વર ખાતે આવેલા કેબલ બ્રિજના નર્મદા નદી કિનારે પહોંચી ગયો હતો.તે સમયે નદી કિનારે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ જવાનોએ ગૌરાંગને નર્મદા નદીમાં ડૂબતા જોયો હતો.તેઓએ તેને બચાવવા દોડીને આવ્યા પરંતુ ત્યાં સુધી તે ઉંડા પાણીમાં

...અનુસંધાન પાના નં.2

ગરકાવ થઈ ગયો હતો.બનાવની જાણ તેના પરિવારજનોએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરી હતી. તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તેના મૃતદેહને શોધવાની કવાયત હાથ ધરી હતી પરંતુ અંધારું થઈ જતા તેઓ પરત આવી ગયા હતા.જયારે બીજા દિવસ શનિવારે સવારે ફરીથી તેઓએ યુવાનના મૃતદેહને શોધવાની કવાયત હાથ ધરી હતી.પરંતુ મોડી સાંજ સુધી હજુ તેનો મૃતદેહ મળી આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...