Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંગત અદાવતે શખ્સની બાઇક સળગાવી બે ફરાર
ઝઘડિયા તાલુકામાં અાવેલાં સરસાડ ગામે રહેતાં અેક વ્યક્તિની બાઇકને ગામમાં જ રહેતાં અેક શખ્સે તેના સાગરિત સાથે મળી સળગાવ દીધી હતી. ઘટનાને પગલે તેણે રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી અારોપીઅોને જેર કરવાની કવાત હાથ ધરી છે.
ઝઘડિયા તાલુકામાં જરસાડ ગામે ટેકરા ફળિયામાં રહેતા જયેન્દ્રસિંહ મધુસિંહ સોલંકી તેમના ઘરે રાત્રીના સમયે અોસરીમાં સુઇ રહ્યાં હતાં. તે વેળાં અચાનક ઉજાસ થઇ અવાજ અાવતાં તેઅો તેમજ તેમના પુત્ર વિજયસિંહે જાગીને જોતાં તેમના અાંગણામાં મુકેલી બાઇક ગામમાં રહેતાં અજય નરેશ વસાવા તેમજ અન્ય અેક બુકાનીધારીઅે મળી સળગાવી ત્યાંથી ભાગ્યાં હોવાનું જણાયું હતું. તેમણે તુરંત દોડી અાગ અોલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. અાગ અોલવ્યાં બાદ જોતાં તેઅોઅે બાઇકની પેટ્રોલની પાઇપ નિકળેલી અને બાઇકની નીચે શેરડીના પાંદડા સળગાવ્યાં હોવાનું જણાયું હતું. તેમણે રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.