ભરૂચમાં NRC, NPR તથા મતદાર યાદી સુધારાણાની બેઠક યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરમાં રવિવારના રોજ ઈકરા ઇસ્લામી સ્કૂલના હોલમાં, ખુશ્બૂ પાર્ક ડુંગરી શેરપુરા ખાતે ધી યુનાઈટેડ મુસ્લિમ એસોસીએશન ટ્રસ્ટ,તથા અંજુમને ઈમદાદુલ મુસ્લમીનના ઉપક્રમે મતદારયાદી સુધારણા તથા NRC,NPR અંગે જનજાગૃતિ કાર્યક્રમની અગત્યની બેઠક મળી હતી.જેમાં મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ધી યુનાઈટેડ મુસ્લિમ એસોસીએશન ટ્રસ્ટ અને અંજુમને ઈમદાદુલ મુસ્લમીનના સંયુક્ત ઉપક્રમે મળેલી અગત્યની બેઠકમાં ધી યુનાઈટેડ મુસ્લિમ એસોસીએશન ટ્રસ્ટ પ્રમુખ ડો.મોહંમદશફીએ NRC, NPR તથા મતદાર યાદી સુધારણા સબંધે માહીતગાર કરી આસામ અને દેશમા આવનાર NCR, NPR ની ભેદરેખા સમજાવતા જણાવ્યુ કે ભય મુક્ત થઈને અપપ્રચારથી દુર રહવા જણાવ્યું હતું. જયારે બામસેફ માજી રાષ્ટીય અધ્યક્ષ બહેચર રાઠોડ, અંજુમને ઈમદાદુલ મુસ્લમીનના મૌલાના હબીબુરરહેમાન મતાદાર, સામાજિક કાર્યકર રાજુ વસાવા, ડે.મામલતદાર દિલાવર બચ્ચા, આતર રાષ્ટ્રીય માનવ અધિકાર અધ્યક્ષ સી.બી.ભટ્ટ હજાર રહીને બેઠક અંગે વિસ્તુત ચર્ચાઓ વિચારણાઓ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...