તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ ડીએસપી કચેરીથી એક કિમી દૂર દીપડો દેખાયોઃ ગ્રામજનોમાં ભય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભરૂચ શહેરના કુકરવાડા ગામ નજીક શુક્રવાર સવારે ટોરેન્ટ કંપની સાઈડ પર રાઉન્ડ લઇ રહેલા સિક્યુરિટી ગાર્ડે બાવળમાંથી દીપડાને નીકળતા જોતા તેના હોશ ઉડી ગયા હતા. જોકે તેણે જોર જોરથી બૂમો દીપડો નદીના કોતરો તરફ ભાગી ગયો હતો.બનાવની જાણ કંપની સુપરવાઈઝરે વન વિભાગના અધિકારીઓને કરતા તેમણે ઘટના સ્થળે પહોંચીને સ્થળ નિરીક્ષણ કરીને અલગ અલગ સ્થળોએ મારણ સાથે બે પાંજરા ગોઠવી દીધા છે.દીપડો આ વિસ્તારમાં ફરતો હોવાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ભરૂચ જિલ્લામાં દીપડાઓ હોવાના અને તેના હુમલાના અનેક કિસ્સામાં સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા લોકો દ્વારા મળતી માહિતી મુજબ પાંજરા મૂકીને દીપડાને પકડવાની કામગીરી કરાય છે. થોડા દિવસ પહેલા ભાડભૂત નજીક આવેલા કાસવા સમની નજીક ગ્રામજનોએ દીપડાને જોતા વન વિભાગે મારણ સાથે પાંજરું મૂક્યું હતું. કુકરવાડા ગામની નજીક ટોરેન્ટ કંપની સાઈડ આવેલી છે. શુક્રવારે સવારે 8 વાગ્યાના સુમારે અમૃત ગામીત નામનો સિક્યુરીટી પોતાનો રાઉન્ડ લગાવતો હતો.તે સમયે અચાનક તેની નજર દીપડ બાવળમાંથી પસાર થતા દીપડા પર પડતા તે ગભરાઈ ગયો હતો.જેથી તેણે જોર-જોરથી બૂમો પડતા દીપડો નદી કિનારે આવેલા કોતરો તરફ ભાગી ગયો હતો. દીપડાને જોતા ગભરાઈ ગયેલા અમૃતે બનાવની જાણ કંપની સુપરવાઈઝર જીતેન્દ્રસિંહ ચૌહાણને કરી હતી. સુપરવાઈઝરે તાત્કાલિક વન વિભાગ અને ગામના સરપંચનનો સંપર્ક કર્યો હતો. બનાવની જાણ થતા વનવિભાગના અધિકારીઓ દોડી આવીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ટીમે સ્થળ પર અલગ અલગ બે સ્થળોએ મરઘાંનું મારણ મૂકીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.જોકે કુકરવાડા નજીક દીપડો દેખાયો હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસારી જતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

ગ્રામજનોએ સંધ્યાકાળ પહેલા પોતાના કામ પુરા કરી લેવા

કુકરાવાડા ગામ નજીક આવેલા ટોરેન્ટ કંપનીના સાઈડ પર દિપડો દેખાયો હોવાની અમને માહિતી મળી હતી. માહિતી મળતા અમે તરત જ ટીમ સાથે સ્થળ નિરીક્ષણ કરીને પાંજરા મુકવાની કાર્યવાહી હાથ ધરી હતી.કાસદ- સમનીમાં દેખાયેલો દીપડો અહીંયા ફરતો હોવાનું અમારું અનુમાન છે.જેથી ગ્રામજનોએ ખેતરમાં જતા હોય સંધ્યાકાળ પહેલા પોતાના કામ પતાવીને ઘરે પહોંચી જવું જોઈએ. પશુપાલકોએ જ્યાં પોતાના પશુ બાંધતા હોય તેવા સ્થળે આગ સળગાવી જોઈએ.જેથી કરીને દીપડા ત્યાં આવીને તેમનું મારણના કરી શકે.>એમ.એચ.કાઠવાડિયા, આરએફઓ,નોર્મલ પેટા વન વિભાગ,ભરૂચ

અહીંયા ગ્રામજનો લાકડાં અને બાળકો પણ રમે છે

નર્મદા નદી કિનારે કુકરવાડા ગામ આવેલુ છે. અહીંયા બે મોટા બ્રિજોના કામગીરી પણ દિવસ રાત્રીના ચાલે છે. ગરીબ આદિવાસીઓ પોતાના ચૂલા સળગાવવા અહીંયા કિનારે આવેલા બાવળના લાકડા વીણવા આવે છે. ગામના બાળકો પણ અહીંયા રમવા આવે છે.શુક્રવારે સવારે અહીંયા દીપડો દેખાયો છે જેથી વનવિભાગ દ્વારા તેને તાત્કાલિક પકડી લેવામાં આવે તેવી અમારી માંગ છે.> લોકેશાનંદ સ્વામી,ત્રિગુણાતીત આશ્રમ,કુકરવાડા.

લાકડા કાપવા, માછીમારી કરવા જતા લોકોને સાવચેત રહેવા વન વિભાગની અપીલ

કુકરવાડા ગામ પાસે પાંજરું ગોઠવી દીપડાને પકડવા વન વિભાગની કવાયત

_photocaption_કુકરવાડા વિસ્તારના નદી કિનારે દિપડાએ દેખા દેતા વન વિભાગે 2 પીંજરા મારણ સાથે મૂકીને તેને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો