બરોડા હાર્ટ હોસ્પિટલમાં 2.5 કરોડના ખર્ચે કેથલેબ મશીન મુકવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાં પાંચબત્તી વિસ્તારમાં આવેલી જાણીતી હાર્ટ હોસ્પિટલ ખાતે રવિવારે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી પ્રસંગે અત્યાધુનિક કેથલેબ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. તેના થકી ભરૂચનાં આંગણે હ્રદયને લગતી બિમારીની 24 કલાક સારવાર મળી શકશે.

વિશ્વભરમાં રવિવારે ઉજવાયેલા વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે ભરૂચનાં પાંચબત્તી સ્થિત બરોડા હાર્ટ હોસ્પિટલ દ્વારા અત્યાધુનિક સુવિધા સ્થાનિક લોકોને ઉપલબ્ધ થાય તે હેતુસર નવીન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. હોસ્પિટલનો દાવો છે કે, ભરુચનાં આંગણે આવેલું આ એન્જિયોગ્રાફીનું કેથલેબ સેન્ટર રાજ્યનું આવું પ્રથમ સેન્ટર છે. અંદાજે રૂપિયા 2.5 કરોડનાં ખર્ચે આ મશીનનું હોસ્પિટલ દ્વારા ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. હવે ભરૂચ શહેર અને જિલ્લાનાં હાર્ટને લગતી સારવાર એન્જિયો ગ્રાફી, એન્જિયો પ્લાસ્ટી, પેશ મેકર મૂકવા માટે દર્દીઓને વડોદરા-સુરત-અમદાવાદનાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે. ભરૂચની બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી તથા બરોડા હાર્ટ ઈન્સ્ટીટ્યુટ ખાતે ડૉ. ધીરજ સાથે તેમની ટીમ સાથે 24 કલાક ઉપલબ્ધ રહેશે. રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ જીએનએફસીની હોસ્પિટલનાં ચીફ મેડિકલ ઓફિસર ડૉ. સુષ્મા પટેલના હસ્તે મશીનને ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે સંસ્થા વતી જનક પટેલ, વડોદરાના કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર્સની ટીમ ડૉ. ઈન્દ્રજીત સિંગ, ડૉ. પરવિન્દર સિંગ, ડૉ. મહેશ બર્ગસે, ડૉ. ધીરજ શાઠે, સ્થાનિક ડૉક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચની બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક કેથલેબ સેન્ટરની શરૂઆત કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...