તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિગસ ગામ પાસે કારની ટક્કરે બાઇક સવાર દંપતીને ઇજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંક્લેશ્વરનું દંપતિ બાઇક લઇને હાંસોટ જઇ રહ્યું હતું. તે વેળાં દિગસ ગામ પાસે એક કાર ચાલકે તેમની બાઇકને ટક્કર મારતાં બન્ને પટકાતાં પત્નિને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અંક્લેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે હાંસોટ પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, અંક્લેશ્વરના ગડખોલ પાટિયા પાસે રહેતાં સુનિલ નરસિંહ પટેલ તેમની પત્ની મનિષા સાથે હાંસોટ ખાતે તેમના મામાના પુત્રની સગાઇમાં હાજરી આપવા માટે નિકળ્યાં હતાં. દરમિયાન દિગસ ગામ પાસેથી પસાર થતાં સમયે અકે કારના ચાલકે પુરઝડપે અને

...અનુસંધાન પાના નં.2

ગફલતભરી રીતે પોતાની કાર હંકારી લાવી તેમની બાઇકને ટક્કર મારતાં બન્ને રોડ પર પટકાયાં હતાં. ઇજાગ્રસ્તનોને તાત્કાલિક સારવાર માટે અંક્લેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં બાદ વધુ સારવાર માટે સૂરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સનિલ પટેલની પત્ની મનિષાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સંદર્ભે હાંસોટ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો