યાત્રાધામોમાં પ્રવાસીઓની સુવિધા માટે 9 લાખ ફાળવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસુલ આવક સ્ત્રોત કુલ આવક


સ્થાનિક કર19,95,00,000

અન્ય કર અને ફી7,50,00,000

વૈધાનિક અનુદાન33,55,000

વ્યાજ 13,00,000

શિક્ષણ 1,08,25,000

અા ખર્ચમાં કોઇ ફરક નહીં


આયુર્વેદ14, લાખ

આરોગ્ય 9.03 લાખ

પશુપાલન 6.30 લાખ

આંકડા 2.50 લાખ

કુદરતી આફત10 લાખ

આઇસીડીએસ 32.58 લાખ

મચ્છર જન્ય રોગો પર અંકૂશ લાવવા તાલુકા દિઠ એક-એક ફોગીંગ મશીન ખરીદાશે

ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાની શાળાઓમાં રૂફ રેઇન વોટર હાર્વેસ્ટીંગ લાગશે

નાની સિંચાઇ6,00,000

જાહેર બાંધકામ73,26,000

પરચુરણ76,000

કુલ આવક29,79,82,000

સમાજ કલ્યાણ

ખેતીવાડી

જાહેર બાંધકામ

નાની સિંચાઇ

શિક્ષણ

સામાજ કલ્યાણ વિભાગમાં ગાંધી-આંબેડકર સપ્તાહની ઉજવણી માટે કુલ 16 લાખની ફાળવણી કરાઇ છે. ગત વર્ષે ગાંધી સપ્તાહ માટે 1 લાખ જ્યારે આંબેડકર સપ્તાહની ઉજવણી માટે 15 લાખની જોગવાઇ હતી. ગાંધી સપ્તાહમાં 2.10 લાખ, આંબેડકર સપ્તાહમાં 2 લાખનો ખર્ચ થયો હતો.

ખેતીવાડી શાખાના અધિકારીઓ માટે અન્ય જિલ્લા-રાજ્યમાં જઇને ખેતી માટેની અધ્યતન પ્રણાલીઓની માહિતગાર કરવા માટે યોજાતા પ્રેરણા પ્રવાસ માટે ગત વર્ષે 10 લાખ રૂપિયા ફળવાયાં હતાં.
જેની સામે આ વર્ષે માત્ર 50 હજાર રૂપિયાની ફાળવણી કરાઇ છે.


પંચાયત હસ્તકમાં આવતી વિવિધ કચેરીઓની મરામત ઉપરાંત ગ્રામ્ય રસ્તઓ, નાળા રિપેરિંગ માટે બજેટના અંદાજ પત્રમાં 18.93કરોડ ફાળવ્યા છે. ગત વર્ષે પ્રવાસીઓ માટે રસ્તાઓનું રિપેરિંગ તેમજ પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે 1 લાખ ફળવાયાં હતાં. જેની સામે આ વર્ષે તેની જોગવાઇ 10 લાખ કરાઇ છે.

ગત વર્ષની સરખામણીમાં 32.50 લાખની વધુ ફાળવણી કરાઇ છે. એકંદરે વિભાગના વિવિધ ખર્ચા યથાવત રાખ્યાં છે. જોકે અતિવૃષ્ટી સમયે ભરાતાં પાણીના નિકાલ માટે 1.50 લાખ, વરસાદથી નુકશાન થયેલાં ચકડેમ, ચેકડેમ કમ કોઝ વે, ડીપ સહિતના સ્ટ્રક્ચરની મરામત માટે 25 લાખ ફળવાયા છે.

ગામડાનાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે 50 હજાર રૂપિયાની જોગવાઇ કરાઇ છે. બાળ પ્રતિભા શોધ યોજનાની 50 હજારના મર્યાદિત ખર્ચને 1 લાખની કરી છે. કચેરીઓ-શાળાઓમાં માટે પુસ્તક ખરીદી માટે ગત વર્ષની સરખામણીમાં 4 લાખનો વધારો કર્યો છે.

ભરૂચ જિલ્લા પંચાયતમાં આગામી વર્ષના બજેટનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. આગામી નાણાંકિય વર્ષમાં 29.79ની આવક સામે 40.77 કરોડના ખર્ચનો અંદાજ છે. યાત્રાધામોમાં પ્રવાસીઓની સુવિધા માટે વધુ 9 લાખ તેમજ ઝઘડિયા, નેત્રંગ તેમજ વાલિયાની શાળાઓમાં રૂફ રેઇન વોટર હાર્વેસ્ટીંગ માટે કુલ 30 લાખની જોગવાઇ કરાઇ છે. મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગો પર અંકૂશ લાવવા માટે તાલુકા દિઠ એક-એક ફોગીંગ મશીન ખરીદાશે.
અન્ય સમાચારો પણ છે...